Page Views: 7883

દેશમાં કોરોનાની સ્થિતિ અંગે વડા પ્રધાને વધુ એક સમીક્ષા બેઠક બોલાવી- રસી કરણ પર ભાર મુક્યો

રાજ્યોને કુલ 17.7 કરોડ ડોઝ આપવામાં આવ્યાનું જણાવ્યું – માળખાગત સુવિધા અંગે વિગતો મેળવી

નવી દિલ્હી-વર્તમાનન્યૂઝ.કોમ

દેશમાં કોરોના વાઇરસની સ્થિતિને લઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારના રોજ સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમને કોરોનાની વર્તમાન સ્થિતિની માહિતી આપવામાં આવી હતી. પીએમઓ અનુસાર લગભગ 12 રાજ્યમાં એક લાખથી વધુ એક્ટિવ કેસ છે. ઉપરાંત જે જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુઆંક વધુ છે તેની પણ માહિતી આપવામાં આવી હતી. રસીકરણની ગતિ ધીમી ન પડે તેમજ નાગરિકોને લોકડાઉનમાં પણ રસી આપવામાં આવે અને આ કામ સાથે સંકળાયેલા સ્વાસ્થ્યકર્મીઓને બીજી કોઇ જવાબદારી સોંપવામાં ન આવે તેના પર વડા પ્રધાનેભાર મુક્યો હતો. બેઠક દરમિયાન વડા પ્રધાનને રાજ્યો દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા હેલ્થકેરના માળાકગત સુવિધા અંગે માહિતી આપવામાં હતી. બેઠકમાં સંક્રમણને અટકાવા માટે તાત્કાલિક અને સમગ્ર ઉપાયો નિશ્ચિત કરવાની જરૂરિયાત પર પણ ચર્ચા કરવામાં આવી. ઉપરાંત રેમડેસિવિર સહિત અન્ય દવાઓનું ઉત્પાદન વધારવાના પ્રયાસોની માહિતી આપવામાં આવી હતી. સાથે જ રસીકરણના રોડમેપની સમીક્ષા કરી. બેઠકમાં 17.7 કરોડ રસી રાજ્યોને આપવામાં આવી છે.