Page Views: 9812

સુરતમાં કોરોનાના કુલ 1039 કેસ નોંધાયા- 508 કેસ રાંદેર અને અઠવા ઝોનમાં

શહેર જિલ્લામાં કોરોનાના કુલ 1427 કેસ નોંધાયા તેની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા 2448 થઇ

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ મહદ અંશે ધીમું પડ્યુ છે એમ કહી શકાય આજે સુરત શહેર જિલ્લામાં કોરોનાના કુલ 1427 કેસ નોંધાયા હતા. જે પૈકી સુરત શહેરમાં કોરોનાના કુલ 1039 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત જિલ્લામાં 388 કેસ નોંધાયા છે. કોરોનાને કારણે આજે સુરત શહેર જિલ્લામાં કુલ 14 વ્યક્તિના મોત થયા છે અને આ સાથે કોરોનાને કારણે મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા 1847 થઇ છે. સૌથી મહત્વની વાત એ છે કે, સુરત શહેરમાં આજે નોંધાયેલા 1039 કેસ પૈકી રાંદેર ઝોનમાં 258 કેસ નોંધાયા છે જ્યારે અઠવા ઝોનમાં 250 કોરોનાના નવા દર્દીઓ નોંધાયા છે. આમ સુરત શહેરમાં નોંધાયેલા કુલ દર્દીઓ પૈકી 50 ટકા દર્દીઓ શહેરના રાંદેર અને અઠવા ઝોનમાંથી જ મળ્યા છે.

સુરત શહેરમાં ક્યા ઝોનમાં કેટલા કેસ નોંધાયા