Page Views: 10186

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનું 17મું વર્ચ્યુઅલ ડિસ્ટ્રીક્ટ કન્વેન્શન યોજાયું

ડિસ્ટ્રીક્ટ ગવર્નર તરીકે લાયન નિશીથ કિનારીવાલાની વરણી

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

પ્રેસ મિડીયા અને પબ્લીસિટી ચેરપર્સન લાયન કિર્તિ શાહ જણાવે છે કે, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ 3232 એફ -2નું 17મું વર્ચ્યુઅલ ડિસ્ટ્રીક્ટ કન્વેન્શન સૌહાર્દ રવિવાર તા.રજી મે રવિવારના રોજ યોજાયું હતું. જેમાં આગામી વર્ષના પદાધિકારીઓનું વર્ચ્યુઅલ ઇ મિડીયા દ્વારા ઇલેકશન કરવામાં આવ્યું હતું. વર્ષ 2021-22ના વર્ષના ડિસ્ટ્રીક્ટ ગવર્નર તરીકે લાયન નિશીથ કિનારીવાલા, પ્રથમ વાઇસ ડિસ્ર્ટીક્ટ ગવર્નર તરીકે દિપક પખાલેની નિમણુંક થઇ છે. આગામી વર્ષના ડિસ્ટ્રીક્ટ ગવર્નર નિશીથ કિનારીવાલાએ તેમના આગામી વર્ષના પ્રોગ્રામ પીન, થીમ અને કેબિનેટ સભ્યોની જાહેરાત કરી હતી. જેમાં તેમનું સૂત્ર કર્મ, ધી પાવર ઓફ સેલ્ફલેસ સર્વિસ તથા થીમ ટુ ગેધર વી કેન એન્ડ વી વિલ તથા તેમની કેબિનેટની રજૂઆત કરી હતી. જેમાં ડિસ્ટ્રીક્ટ કેબિનેટ સેક્રેટરી તરીકે લાયન સંજય દેસાઇ અને ડિસ્ટ્રીક્ટ કેબિનેટ ટ્રેઝરર લાયન મહેન્દ્ર પ્રજાપતિની નિમણુંક કરી છે. આ સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ ડિસ્ટ્રીક્ટ ગવર્નર લાયન પ્રિ.ડો.અશોક દેસાઇ તથા કમિટી ચેરપર્સન પાસ્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નર લાયન્સ સુધીરભાઇ દેસાઇ અને તેમની ટીમ દ્વારા ખુબ આયોજન બધ્ધ રીતે થયો હતો. પાસ્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નર લાયન હેમંતભાઇ પટેલે સુંદર શ્રધ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. દરેક પાસ્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નરો દ્વારા તેમને સોંપવામાં આવેલી કાર્યવાહી સુપેરે પાર પાડવામાં આવી હતી.