Page Views: 8320

બંગાળમાં ચૂંટણી પરિણામો પછીની હિંસાને વખોડતા સી આર પાટીલ- કેન્દ્ર સરકાર કડક પગલા ભરે

બંગાળમાં વિચીત્ર પ્રકારનું રાજકારણ હોવાનો મત વ્યક્ત કર્યો

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

બંગાળમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ થયેલી હિંસાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે બંગાળ હિંસા અંગે જણાવ્યું હતું કે,  ઇલેકશન આવતા હોય છે જતા હોય છે, દરેક પાર્ટીની હાર-જીત થતી હોય છે. પશ્ચિમ બંગાળ વિચિત્ર પ્રકારનું રાજકારણ છે કે, જ્યાં હાર ખમી શકતા નથી, કોઈ પણ ભોગે જીતના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો પર હુમલા થાય છે, મરણ થાય છે આવી રીતે ડરનો માહોલ બનાવી પશ્ચિમ બંગાળમાં જીતનો માહોલ બનાવાય છે. હાલની ચૂંટણીમાં પણ ઇલેક્શનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ અને એ પહેલા પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલા થયા, મર્ડર થયા, ચૂંટણી પુરી થયા બાદ પણ પશ્ચિમ બંગાળ માં કાર્યકર્તાઓ સુરક્ષિત નથી. ભાજપના આગેવાનોના ઘર-ઓફિસો પર હુમલા થાય છે. નિર્દોષ કાર્યકરો અને આગેવાનોના મકાનો પર હુમલા થાય અને કોઇ કંઇ કરી શકતું નથી. તોડફોડ થઈ રહી છે અને ખૂન પણ થયા છે. હું એવું માનું છું આ લોકશાહીની પ્રક્રિયા નથી, આવી સરકાર ને ચાલવા દેવાનો કોઈ અધિકાર નથી, તત્કાલિક બંધ કરાવે, કંટ્રોલ કરાવે, કાર્યકર્તાઓ અને આગેવાનોને સુરક્ષિત કરે, કેન્દ્ર સરકારે તાત્કાલિક ફરજ પાડવી જોઈએ એવું મારું માનવું છે તેમ પાટીલે વધુમાં જણાવ્યું હતું.