Page Views: 12904

સુરત શહેર જિલ્લામાં આજે કોરોનાના નવા 1656 કેસ નોંધાયા- 13ના મોત

આજે શહેર જિલ્લામાં 2627 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ થોડું ધીમું પડ્યુ છે. જો કે, તેમ છતા પણ હજુ શહેર અને જિલ્લામાં એક હજારથી વધુ કેસ તો નોંધાઇ જ રહ્યા છે. આજે સાંજે સાત વાગ્યાના સુમારે પુરા થતા ચોવિસ કલાક દરમ્યાન સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કુલ 1656 કેસ નોંધાયા છે. જેમાં સુરત શહેરમાં કોરોનાના નવા 1309 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત જિલ્લામાં કોરોનાના નવા 347 કેસ નોંધાયા છે. આજે શહેર જિલ્લામાં કોરોનાને કારણે 13 વ્યક્તિના મોત થયા છે. જેથી શહેર જિલ્લામાં કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓની કુલ સંખ્યા 1811 થઇ છે. આજે કોરોનાને હરાવવામાં સુરત શહેરના 2290 દર્દીઓ સફળ રહ્યા હતા જ્યારે જિલ્લામાં કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યા છે. હાલમાં સુરત શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 19 હજાર 385 છે.