Page Views: 10616

થોભી જા ડોકટર, સાંભળ, મારે નવી દુનિયા જોવી છે

ગહન છે ગૂઢ તથ્યો જગત ના કેવા,* *સરળ સમજાય એવા પણ વિષય ક્યાં છે?

વર્તમાન કાવ્યોત્સવ-(સંકલન-નૂતન તુષાર કોઠારી-વાપી)


*સહજ વંચાય એવા એ હૃદય ક્યાં છે?*
*ભુલાવે જગત એવા પણ પ્રણય  ક્યાં છે?*

*હશે જો લાગણી ભીની સદા તો પણ,*
*સદા તરબોળ રાખે એ જલય ક્યાં છે?*

*ગહન છે ગૂઢ તથ્યો જગત ના કેવા,*
*સરળ સમજાય એવા પણ વિષય ક્યાં છે?*

*હતા જે ચમકતા દીવા સહારે ને,*
*અસ્ત પામી ગયા એનો ઉદય ક્યાં છે?*

*વિરહ ની મૃગ તૃષ્ણા છીપશે ન કદી,*
*ડુબાવે જળ વગર એવા પ્રલય ક્યાં છે?*  *-નીતિન મહેતા*
***********************************************
શબ્દ : - ઓઢણી
પ્રકાર : - પદ્ય
શીર્ષક : - મૌલિક ( કવિતા )

                   (  મૌલિક કવિતા  )
====================
લહેરાતી ઓઢણીમાં પ્રિતમ કેરો હાથ મળે,
જિંદગીભર સાથ રહેવાનો અવસર મળે,
ઓઢણીમાં પ્રિતમનો પ્રેમ છુપાયો છે,
પ્રિતમ સાથે જિંદગી ભરનો સાથ માગ્યો છે,
હે !ઈશ્વર મારા વિશ્વાસને ઠુકરાવતા નહી,
મારા પ્રિતમનો સાથ છોડાવતા નહી,
ઓઢણીમા મન ભરીને જોવું મારા પ્રિતમનો ચહેરો.
:- જશપાલ સિંહ  - સુરત.
=====================================
*દીકરી ની વ્યથા*

થોભી જા  ડોકટર
સાંભળ
મારે નવી દુનિયા જોવી છે
સફરજન જેવો સૂરજ
અને
રોટલા જેવો ચંદર જોવો છે.
ભઈલાની જેમ કાલુ કાલુ બોલવું છે.
આંગણામાં  ઝાંઝરી પહેરી
બહેનપણી સાથે થાક્લા દાવ
અને
પાંચિકે થી રમવું છે.
પાટીમાં ક,ખ,ગ,ઘ લખવાં છે
વકીલ થવું  છે
કે
ડૉક્ટર થવું છે
અને
સાથોસાથ
ભગતસિંહ, શિવાજી, મહારાણા પ્રતાપ
કે
રાણી લક્ષ્મીબાઈ જેવા
સંતાનોની માતા બનવું છે.
શું
આમ કરવું એ ગુનો છે ?
જે ગુનાની સજામાં
તમે મને મારી માતાની કૂખમા
ગળું ઘોટીને મારી નાખો છો ?
તમે આનો જવાબ આપો
તમારી પાસે જવાબ ના હોય તો
મારે
ઈશ્વર પાસે જવાબ માંગવો પડશે.
:- કવિ જલરૂપ  - મોરબી
************************************************

નામ:- પંચાલ મનોજકુમાર રમણલાલ
પ્રકાર:- ગીત- મૌલિક રચના
પ્રકાર:- પદ્ય

*શીર્ષક:- મલકીને ચાલી આવે...*

જળથી ભરેલું માટલું માથે મૂકીને ચાલી આવે,
જળની છાલકથી રૂપ એનું મલકીને ચાલી આવે.

સંગમાં છે સખીઓ કૂવાને કાંઠે સવારે સવારે,
ગપસપ કરીને દુઃખ એકમેકનું હરીને ચાલી આવે.

પણિહારીની હાર પાયલથી ને પાણીનાં નાદે રણકે,
મારકણી અદા કાનાની ગોપીઓ કરીને ચાલી આવે.

મોસમની ધાર ને સોનાવણી કાયા ભીંજાતી આવે,
કુદરતનું અણમોલ રતન જળ ભરીને ચાલી આવે.

લાગણીથી મન છલકતું ગામની પાદરે કૂવાને કાંઠે,
'મન' આમતેમ ફંગોળાતું યૌવન વરીને ચાલી આવે.
  - મનોજકુમાર પંચાલ 'મન' - મોરબી