Page Views: 8787

કતારગામ આંબાતલાવડી સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ આયોજીત આઇસોલેશન સેન્ટરમાં 117 દર્દીઓ કોરોનાને હરાવ્યો

એક સાથે 22 દર્દીઓ સાજા થઇને ખુશીથી ઘરે પરત કર્યા,

- અત્યાર સુધીમાં શહેરના નામાકિત 100 થી વધુ ડોક્ટરોએ કોરોનાગ્રસ્ત દર્દીની સારવાર કરી- 

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

કતારગામ આંબાતલાવડી સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ, સુરત દ્વારા વર્તમાન સમયની કોવીડની સમસ્યાને ધ્યાને લઈને કોવીડ કેર આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. કતારગામ-વેડ રોડ મેડીકલ એસોસિએશનના સહયોગથી સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની ટીમ સેવા આપી રહી છે. સમાજનાં યુવાનો હિંમતથી દર્દીને પરિવારના સભ્યની જેમ સેવા આપી રહ્યા છે. સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ આઇસોલેશ સેન્ટરમાં હાલ સુધીમાં 182 કોરોનાગ્રસ્ત દર્દીને સારવાર આપવામાં આવી છે. જેમાં શનિવારે એક સાથે 22 દર્દીઓ મળીને અત્યાર સુધીમાં 116 દર્દીઓ કોરોનાના જંગ સામે લડીને સ્વચ્છથ થઇને ખૂશીથી ઘરે પરત ફર્યા હતા. હાલમાં 66 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. બધાને દર્દીઓને ખુબ આંનદ છે કે ઘરના વાતવરણ જેવો જ માહોલ એમને મળી રહ્યો, અહી દર્દીઓને તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. અહિયા જરૂરિયાતવાળા દર્દીઓને ઓક્સિજનની સારવાર તેમજ દવાઓ ફ્રી આપવામાં આવે છે. દર્દીઓને ફ્રુટ,જ્યુસ,નાસ્તો,સૂપ,ભોજન જેવી સેવા વિનામુલ્યે આપવામાં આવે છે. 

સમસ્ત પાટીદાર સમાજનાં કારોબારી સભ્યો પ્રમુખ વેલજીભાઈ શેટા ઉપ પ્રમુખ  કાળુભાઈ ભીમનાથ તથા સેવાભાવી આગેવાનો સતત હાજર રહી સમ્રગ સેવા સારી રીતે મળી રહે તે માટે સતત  પ્રયત્નશીલ રહે છે.

આ ઉપરાંત ગત રવિવારે આયુશ હોસ્પિટલમાં આગની ઘટનાની સંસ્થાના સ્વયંસેવકને જાણ થતા ઘટના સ્થળે પહોંચીને સારવાર માટે તડફડી રહેલા દર્દીને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવાની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન હોસ્પિટલમાં જગ્યા ન મળતા દર્દીને તાત્કાલીક પણે આઇસોલેશન સેન્ટરમાં લાવીને તેમને તાત્કાલીક તબીબ સારવાર સાથે ઓક્સિજનની આપીને કીટીકલ માંથી સ્થિતિમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. જે કામગીરી અમારા સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના યુવાન સ્વયંસેવકે કરીને માનવતા મહેકાવી છે.