Page Views: 6153

સીરમ ઇન્સ્ટીટ્યુટ દ્વારા કોરોના વેક્સિનનો જથ્થો પ્લેન દ્વારા અમદાવાદ મોકલાયો

રાજ્યમાં 18થી 44 વર્ષના લોકોને ઝડપથી વેક્સિન અપાય એ દિશામાં પ્રયાસ

ગાંધીનગર-વર્તમાનન્યૂઝ.કોમ

રાજ્યમાં આજથી તબક્કાવાર 18થી 44 વયના લોકોને વેક્સિનેશન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં વેક્સિનેશન વધુ અને ઝડપી થાય તે માટે રાજ્ય સરકારએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને વેક્સિન માટે મોટો ઓર્ડર આપ્યો છે. હાલ રાજ્યમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે પરંતુ આ તબક્કામાં સૌથી વધારે વેક્સિનેશન થવા જઈ રહ્યું છે જેથી રાજ્ય સરકારે તેને પહોંચી વળવા માટે વધુ જથ્થો મંગાવ્યો છે. જેમાં સરકારે જાહેર કરેલા તમામ સ્થળોએ ફ્રીમાં વેક્સિન લોકોને મળી રહેશે. ત્યારે સીરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી વેક્સિનનો જથ્થો ઈન્ડિગો એરલાઇન્સ મારફતે અમદાવાદ આવી પહોંચ્યો છે. આ તમામ વેક્સિનનો જથ્થો ગાંધીનગર મોકવામાં આવ્યો છે અને ત્યાંથી આ તમામ જથ્થાનું વિતરણ કરવામાં આવશે. રાજ્યમાં આજથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં 18થી 44 વર્ષની વયના યુવાનોને કોરોના વેક્સિનેશનનો પ્રારંભ થયો છે.