Page Views: 14238

જાણો કેમ છે ગોલ્ડન મિલ્ક કોરોના સામેનું અમોઘ શસ્ત્ર,

આયુષ મંત્રાલય અને મુંબઇના જાણીતા તબીબોએ સ્વિકારેલા ગોલ્ડન મિલ્કના મહત્વ વિશે શું કહે છે સુમુલ ડેરીના તજજ્ઞો

જાણો ગોલ્ડન મિલ્ક બનાવવાની સાચી રીત, જે આપના સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

વિટામિન ડી એ કોરોના માં ખુબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે. દૂધ માંથી મળતા કેલ્શિયમ બેઇઝ પેપટાઇઝ અને વિટામિન D એ શ્વશનતંત્ર માં આવતા સાઈટોકાઇન સ્ટોર્મ ને રોકે છે તેથી તે શ્વસન તંત્ર ને મજબૂત રાખે છે જે હાલ ના સંજોગોમાં પાયા ની મુખ્ય જરૂરિયાત છે.

બ્રિટિશ મેડિકલ જર્નલના રિસર્ચ મુજબ વિશ્વમાં જ્યાં મિલ્ક પ્રોડક્ટ વધુ વપરાય છે ત્યાં વિટામિન D નું પ્રમાણ અને કેલ્શિયમ પેપ્ટાઇઝ ને કારણે 70 ટકા જેટલું શ્વસન તંત્ર નું ઇન્ફેક્સન ઘટાડી શકાયું છે. જે લોકો માં આ વિટામિન અને મિલ્ક પેપટાઇઝ નો અભાવ હતો તેવા 13%લોકો માં મૃત્યુ દર 99%હતો જયારે આ વિટામિન અને દૂધ ના પેપટાઇઝ ધરાવતા 49% લોકો માં મૃત્યુ દર ફક્ત 4% હતો. આમ આ તબક્કે ગોલ્ડન મિલ્ક એ સંજવની પુરવાર થશે કેમકે આ કોરોના કાળ ચાલે ત્યાં સુધી રોગ પ્રતિકાર શક્તિ આપણે વધારવી જ રહી.

આયુષ મંત્રાલય અને મુંબઇના જાણીતા ડોક્ટરો દ્વારા કોરોના કાળમાં ગોલ્ડન મિલ્ક પ્રત્યેક વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ મજબુત બનાવતી હોવાની વાતને સ્વિકારવામાં આવી છે. વર્તમાનન્યૂઝ દ્વારા આ અંગે સુમુલ ડેરીના તજજ્ઞોનો સંપર્ક કરીને ગોલ્ડન મિલ્ક બનાવવાની સાચી રીત અંગે પુછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. આવા સંજોગોમાં લોકોની ઇમ્યુનીટી વધે તેના માટે ગોલ્ડન મિલ્ક બનાવીને પીવાની આવશ્યકતા હોવાનું હવે જાણીતા ડોક્ટરો અને આયુષ મંત્રાલય પણ સ્વિકારે છે. ત્યારે કોરોના કાળમાં આશિર્વાદ રૂપ પેચ્ય્યુરાઇઝ આ ગોલ્ડન મિલ્ક પ્રત્યેક વ્યક્તિ પોતાના ઘરે જ કઇ રીતે બનાવી શકે છે એ જાણો...

ગોલ્ડન મિલ્ક બનાવવાની રીત

સામાન્ય રીતે લોકો પોતાના ઘરમાં જ દૂધ ગરમ કરીને તેમાં હળદર નાંખીને પીવે છે પરંતુ આ રીત સાચી નથી. વાસ્તવમાં હળદરની અંદર કરક્યુમીન નામનું તત્વ હોય છે જે ગરમ ચરબીની અંદર પીગળે છે પછી હળદરમાંથી છુંટુ પડે છે. કરક્યુમીનને હળદરમાંથી છુંટુ પાડવા માટે એક ચમચી સુમુલ ઘીને ગરમ કરી ને તેમાં કાળા મરીના ફાડા અથવા તો આખા મરી નાંખવાના, ત્યાર બાદ ગરમ ઘી માં કાળા મરી ધીમી આંચે તતડી જાય પછી તેમાં એક થી દોઢ ચમચી હળદર ઉમેરીને પાંચ મિનીટ સુધી ઢાંકી રાખો, મરી અને ગરમ ઘી ની મદદથી હળદરમાંથી કરક્યુમીન જલ્દીથી બહાર આવે છે અને તે ઘી માં ઓગળી જાય છે. પાંચ મિનિટ સુધી ઘી, હળદર અને કાળામરીની પેસ્ટ થોડી ઠંડી થાય પછી તેમાં અમુલ ગોલ્ડ, અમુલ તાજા, શક્તિ અથવા ગાયનું તાજા દૂધ 200 એમ એલ જેટલુ  ઉમેરીને ગોલ્ડન મિલ્ક તરીકે પી શકાય છે.

ગોલ્ડન મિલ્કના ફાયદા....

આ પ્રકારે કાળા મરી સાથે સુમુલ શુદ્ધ ઘીમાં હળદરનાંખીને તૈયાર કરેલી પેસ્ટ સાથે અમુલ ગોલ્ડ, તાજા, શક્તિ, કે ગાયનું દૂધ પીવાથી ઇમ્યુનિટીમાં સુધારો થાય છે.

શરીરમાં ઇન્ફલામેશન ઘટાડે છે

સાંધાના દુઃખાવા બંધ કરે છે

ચામડીના રોગોમાં ફાયદો કરે છે

શ્વસન પ્રક્રિયા સુધારે છે

ઇન્ફેકશનથી બચાવે છે

વિટામીન ડી અને અન્ય પોષક તત્વો મળતા વિવિધ પ્રકારના રોગો સામે લડવાની શક્તિ આપે છે.