Page Views: 17737

ભાજપ અને મુક્તિ તિલક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સી આર પાટીલ કોરોના કવચ યોજનાનો શુભારંભ

સુરતના 25 હજાર લોકો એસબીઆઇની કોરોના કવચ યોજનામાં આગામી 5મી મે સુધી ઓન લાઇન વીમા પોલીસી લેશે તેનું પ્રિમિયમ મુક્તિ તિલક ટ્રસ્ટ દ્વારા ચુકવવામાં આવશે

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેરના મુક્તિ તિલક ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન અને ભાજપના પ્રદેશ કારોબારીના સભ્ય સુરેશભાઇ શાહ સહિતના જૈન સમાજના દાતાઓ દ્વારા સુરત શહેરના લોકોને કોરોના થાય તો સારવારમાં રૂપિયા એક લાખ સુધીની વીમા પોલીસી મળી રહે તે માટેનું ભગીરથ કાર્ય આજથી શરૂ કર્યુ છે. સુરત શહેરના ગોપીપુરા કાજીના મેદાન ખાતે આવેલી શ્રી રત્ન સાગર જૈન વિદ્યાલય ખાતે આજે પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલના હસ્તે જ સી આર પાટીલ કોરોના કવચ વીમા યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે, મુક્તિ તિલક ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન સુરેશ ડી. શાહ સહિત જૈન સમાજના તમામ અગ્રણી દાતાઓને હું અભિનંદન પાઠવું છું કે, કોરોનાના આ કપરા સંજોગોમાં સી આર પાટીલ કોરોના કવચ વીમા યોજનાનો સુરતના 25 હજાર લોકોને લાભ આપવાનું કાર્ય તેમણે હાથ ધર્યુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જ્યારે આ કોરોના વીમા કવચ યોજના અંગે જાણ કરવામાં આવી ત્યારે તેમણે પણ આ વીમા યોજનાની વાતને આવકાર આપ્યો હતો. તેમજ આજથી પાંચમી મે 2021 સુધીમાં જે પોલીસી લેનારા પ્રિમિયમ ભરશે તેમને મુક્તિ તિલક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પરત કરવામાં આવશે અને તેનો ખર્ચ અંદાજે રૂપિયા અઢી કરોડ જેટલો થશે. કોરોના મહામારીના આ કપરા સંજોગોમાં પણ ભારતીય જનતા પાર્ટી અને રાજ્ય સરકારના માધ્યમથી સેવાકિય કાર્યવાહી ઉપર વિશ્વાસ રાખીને રાજ્યમાં કાર્યરત વિવિધ ટ્રસ્ટો અને એનજીઓ અને સેવાભાવી લોકો પોતાના તન મન ધનથી કાર્યક્ષમતા પ્રમાણે સેવા કરી રહ્યા છે તેનો પણ હું આભાર માનું છું એવુ સી આર પાટીલે જણાવ્યું હતું. તેમજ સુરેશભાઇ શાહ અને મુક્તિ તિલક ફાઉન્ડેશન ટ્રસ્ટને અભિનંદન પાઠવ્યા હતા.

મુક્તિ તિલક ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ અને ભાજપ પ્રદેશ કારોબારીના સભ્ય સુરેશ શાહે જણાવ્યું હતું કે, સુરત શહેરના 18થી 65 વર્ષની વયના 25 હજાર લોકો આજથી આગામી 5મી મે 2021 સુધીમાં જે લોકો એસબીઆઇની કોરોના કવચ સી આર પાટીલ કોરોના કવચ યોજના અંતર્ગત ઓન લાઇન વીમા પોલીસી લેશે તેમને મુક્તિ તિલક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વીમા પ્રિમિયમની રકમ પરત કરવામાં આવશે. જૈન સમાજના અગ્રણી દાતાઓ દ્વારા આ સી આર પાટીલ કોરોના કવચ યોજના અંતર્ગત અંદાજે રૂપિયા અઢી કરોડ જેટલી રકમનું પ્રિમિયમ વીમેદારોને પરત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આગામી 8મી તારીખ પછી પ્રિમિયમની રકમ લોકોને પરત કરવાની શરૂઆત કરવામાં આવશે. આ પોલિસી માત્ર કોરોનાની સારવાર માટેની છે. તેમાં બીજીકોઈ સારવાર મળી શકશે નહીં. સરકાર માન્ય કોવિડ રિપોર્ટ અને સરકારમાન્ય હોસ્પિટલમાં 3 દિવસ વ્યક્તિ દાખલ થાય તો આ પોલિસીની એક લાખ રૂપિયા રકમ મળે છે. અમારી સંસ્થાનો એવો આશય છે કે શહેરના નાગરિકો વધુ સંખ્યામાં આ પોલિસી લે અને તેના પ્રીમિયમનો લાભ ભક્તિ સ્વરૂપે અમારી સંસ્થાને મળે. જો દસ હજાર લોકો આ પોલિસી લે તો એક વ્યક્તિના એક લાખ રૂ. ના વીમા પ્રમાણે લગભગ પ્રીમિયમ એક કરોડ જેટલું થાય. અને તેની વિમાની રકમ સો કરોડ થાય છે. આપ સૌને વિનંતી છે કે આપ આ સી.આર.પાટીલ કોરોના કવચ વીમા યોજનાનો લાભ એસ.બી.આઈ. લાઈફ ઇંશોરન્સની કોરોના રક્ષક પોલિસી દ્વારા લો અને દેશને સમૃદ્ધ બનાવો.

સમગ્ર યોજના વિશે જાણકારી મેળવવા આ લિંક ક્લિક કરો....

*મુક્તિતિલક ફાઉન્ડેશન*

ચેરમેન - *સુરેશ ડી. શાહ*

 

▶️ યુ-ટ્યૂબ લાઇવ નિહાળવા નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરવા વિનંતી 

https://youtu.be/42jSNJV0yoc