Page Views: 11686

શહેર જિલ્લામાં કોરોનાના નવા 2011 કેસ-2491 વ્યક્તિએ કોરોનાને હરાવ્યો- 21ના મોત

સુરત શહેરમાં કોરોનાના કુલ કેસનો આંકડો 90 હજારને પાર થયો

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે જો કે, તેમ છતા શહેર જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો બે હજારને પાર થઇ ગયો છે. આજે સાંજે સાત વાગ્યે પુરા થતા ચોવિસ કલાક દરમ્યાન સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના નવા 2011 કેસ નોંધાયા છે. જેમાં સુરત શહેરમાં કોરોનાના નવા 1737 કેસ જ્યારે જિલ્લામાં નવા 274 કેસ સામે આવ્યા છે. જો કે, તેની સામે શહેર જિલ્લામાં કોરોનાને હરાવવામાં 2491 દર્દીઓને સફળતા મળી છે અને સુરત શહેરમાં 2020 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે જ્યારે જિલ્લામાં 471 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળતા મેળવી છે. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાને કારણે 21 વ્યક્તિના મોત થયા છે જેથી સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 1417 અને જિલ્લામાં 344 દર્દીઓના મોત થયા છે. હાલમાં સુરત શહેરમાં કોરોનાના કુલ 21 હજાર 847 એક્ટિવ કેસ છે.