Page Views: 5776

સુરતમાં આજે આવ્યા કોરોનાના નવા 2192 કેસ- 23 વ્યક્તિના મોત

આજે 1740 દર્દી કોરોનાને હરાવવામાં સફળ રહ્યા

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેરમાં કોરોનાના કેસમાં હજુ પણ ઘટાડો થઇ રહ્યો નથી અને દર રોજ સતત કેસ વધી રહ્યા છે. ત્યારે આજે સાંજે સાત વાગ્યા સુધીમાં સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના નવા 2192 કેસ નોંધાયા છે. આજે સુરત શહેરમાં કોરોનાના નવા 1836 કેસ નોંધાયા છે જ્યારે સુરત જિલ્લામાં કોરોનાના નવા 356 કેસ સામે આવ્યા છે. આજે સુરત શહેર જિલ્લામાં કોરોનાને કારણે 23 વ્યક્તિના મોત થયા છે અને અત્યાર સુધીમાં કોરોનાને કારણે મરનારા દર્દીઓની સંખ્યા 1740 થઇ ગઇ છે. આજે સાંજ સુધીમાં સુરત શહેરમાં કોરોનાના 1401 દર્દી જ્યારે જિલ્લામાં 339 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહેતા તેમને સારવારબાદ રજા આપવામાં આવી હતી. હાલમાં સુરત શહેર જિલ્લામાં કોરોનાના કુલ 22348 એક્ટિવ કેસ છે.