Page Views: 6880

ભાજપના ધારાસભ્યએ જ મુખ્યમંત્રીને પત્ર લખ્યો 18 વર્ષથી મોટી ઉમરના લોકોને સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી વેક્સિન આપો

માત્ર આધાર કાર્ડ લઇને આવે તેમને રજીસ્ટ્રેશન કરી રસી આપવા જણાવ્યું

ગાંધીનગર-વર્તમાનન્યૂઝ.કોમ

વડોદરા જિલ્લાના ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા)એ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને વેક્સિન માટેના પ્રિ-રજીસ્ટ્રેશન નિયમ બંધ કરવાની માગ કરી છે. ધારાસભ્ય શૈલષે સોટ્ટાએ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, વિશ્વના અન્ય દેશની સરખામણીમાં ભારતમાં વેક્સિનેશન ખુબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને તેમાં પણ 18 વર્ષથી ઉપરના લોકોને પ્રિ-રજીસ્ટ્રેશન કરવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે. જેથી વેક્સિનનના પ્રિ-રજીસ્ટ્રેશનનો નિયમ કાઢી નાખીને સ્પોટ રજીસ્ટ્રેશન કરીને રસી આપવી જોઇએ. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વડોદરામાં 76 જગ્યાએ વેક્સિનેશન પ્રોગ્રામ થવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ, રજીસ્ટ્રેશન કરવા ગયા તો 76 જગ્યાઓ જોવા મળી નહોતી. આ સાથે જ વેક્સિનેશનનો જથ્થો પર્યાપ્ત માત્રામાં મળવાનો છે કે કેમ? ગુજરાતના તમામ જિલ્લામાં જથ્થો આપી શકાશે કે કેમ? તે જોયા બાદ જ વેક્સિનેશન સેન્ટરનું આયોજન કરવુ જોઇએ. નહીં તો વેક્સિનેશન નહીં થાય તો સરકારની ઇમેજ બગડશે. પ્રિ-રજીસ્ટ્રેશનમાં આ ખતરો વધુ દેખાય છે. કારણે રજીસ્ટ્રેશનમાં જે તારીખ અને સમય આપવામાં આવ્યો હશે. જે-તે સેન્ટરમાં પર વેક્સિન લેવા જતા જો વેક્સિનનો જથ્થો નહીં હોય તો સરકારની ખોટી છાપ ઉભી થશે એટલે પ્રિ-રજીસ્ટ્રેશન મારી દ્રષ્ટીએ યોગ્ય નથી. તેઓએ ઉમેર્યું હતું કે, આ બાબતને ગંભીરતાથી લેશો અને જરૂર પડે તો કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરીને પ્રિ-રજીસ્ટ્રેશનનો જે નિયમ છે, તેમાં ફ્લેક્સીબિલીટી લાવવી જરૂરી છે. ભારત દેશમાં તમામ લોકો પાસે ઇન્ટરનેટ હોય અને કોમ્પ્યુટરની સમજણ હોય તેવા ઓછા લોકો છે, તેથી જો કોઇને પ્રિ-રજીસ્ટ્રેશન ન કરાવેલુ હોય અને આધાર કાર્ડ લઇને રસી મૂકવવા તેને પણ વેક્સિન આપવી જોઇએ, તેવી વ્યવસ્થા કરાવવા સૂચન કરવુ જોઇએ અને ગુજરાતમાં પ્રિ-રજીસ્ટ્રેશન ઓપ્શનલ કરી દેવુ જોઇએ તેવી મારી માગણી છે.