Page Views: 7789

સુરતમાં આજે કોરોનાના 2116 કેસ નોંધાયા- 20ના મોત

શહેર જિલ્લામાં 2090 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હજુ પણ અટકવાનું નામ નથી લેતું. આજથી સુરત શહેરમાં મીની લોક ડાઉન જેવી સ્થિતિ છે પરંતુ આજે પણ સુરત શહેર જિલ્લામાં કોરોનાના કુલ 2116 કેસ નોંધાયા છે. આજે સુરત શહેરમાં કોરોનાના નવા 1764 નોંધાયા છે અને સુરત જિલ્લામાં 352 કેસ નોંધાયા છે. સુરત શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 1 લાખ 10 હજાર 890 કેસ નોંધાયા છે જે પૈકી સુરત શહેરમાં 86 હજાર 751 દર્દી સાજા થયા છે અને જિલ્લામાં 19 હજાર 411 દર્દીઓ સાજા થયા છે. હાલમાં સુરત શહેર જિલ્લામાં કોરોનાના 22 હજાર 421 એક્ટિવ કેસ છે. આજે સુરત શહેર જિલ્લામાં કોરોનાના કારણે 20 દર્દીઓના મોત થયા છે અને અત્યાર સુધીમાં મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા 1718 થઇ છે.