Page Views: 9376

સમગ્ર દેશમાં આગામી 1લી મે થી 18 વર્ષથી ઉપરના તમામને અપાશે કોરોના વેક્સિન

અનેક રાજ્યોના મુખ્યમંત્રી દ્વારા કોરોના રસીમાં વય મર્યાદામાં ઘટાડો કરવા માટે માંગણી કરવામાં આવતી હતી

નવી દિલ્હી-વર્તમાનન્યૂઝ.કોમ

દેશમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, તો કેટલાય રાજ્યોમાં મેડિકલ કટોકટીની સ્થિતિ ઉભી થઇ છે. દિવસે દિવસે પરિસ્થિતિ વણસી રહી છે, તેવામાં કેટલાક રાજ્યોએ ફરી વખત લોકડાઉન લાગુ કર્યુ છે. આ બધા વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા આજે મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી પહેલી મેથી દેશમાં 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને કોરોના રસી પવામાં આવશે. દેશમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરાવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોક્ટેરો સાથે બેઠક કરી હતી, જેની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાને કહ્યું કે છેલ્લા એક વર્ષથી સરકાર પ્રયત્નો કરી રહી છે કે દેશના વધારેમાં વધારે લોકોને કોરોના રસી આપવામાં આવે. અન્ય દેશોએ પોતાના નાગરિકોનું વધારેમાં વારે રસીકરણ કરીને કોરોનાને હરાવ્યો છે, ત્યારે હવે મોદી સરકાર પણ આ જ માર્ગે જઇ રહી છે. આ પહેલા ડોક્ટરો અને ખાસ કરીને વિપક્ષી નેતાઓ દ્વારા માંગ કરવામાં આવી હતી કે દેશના તમામ નાગરિકોનું રસીકરણ શરુ કરવામાં આવે. આ સિવાય ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ દ્વારા પણ રસી માટેની ઉંમર મર્યાદા ઓછી કરવાની માંગ કરાઇ હતી. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોનું વેક્સિનેશન કરવાનો મોટો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ માટેની જરુરી ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે.