Page Views: 11725

જાણો ડો. મનિષ ભટ્ટની કલમે કોરોનાના કહેરમાં માસ્ક છે તમારૂ વેક્સિન

શરીરમાં નાક મારફત 70 ટકા, મુખ મારફત 20 ટકા અને આંખથી 5 ટકા વાયરસ પ્રવેશે છે

વર્તમાનન્યૂઝ.કોમ-ડો.મનિષ ભટ્ટ દ્વારા

માસ્ક મારું વેક્સીન" માસ્ક તમારું વેક્સીન બની શકે, જયારે તમે n-95/મેડિકલ માસ્ક પહેરો, માસ્ક કોઈ ને બતાવા નહીં પણ સ્વરક્ષણ માટે છે. ડૉ  ભટ્ટ જણાવે છે કે આંખ માં રહેલ આંસુ, નાકમાં રહેલ ચિકાસ અને મોઢામાં રહેલ લાળ માં કુદરતે એન્ટી વાઇરલ તત્વો મુક્યા છે. પરંતુ જયારે વાઈરલ લોડ વધુ હોય ત્યારે આ સૈન્ય વાઇરસ સામે હારી જાય છે. શરીર માં વાઇરસ ના પ્રવેશ દ્વાર નાક 70%, મોઢું 20%અને આંખ 5% છે તથા અન્ય 5%બીજા માર્ગો છે. જો ચશ્માં અને સારી ગુણવત્તા વાળા મેડિકલ માસ્ક સવારે કપડાં પહેરીયે ત્યાર થી પહેરવું અને સાંજે ઘરે કપડાં કાઢીયે ત્યારે કાઢ઼સુ તોજ વાઇરસ ને અટકાવી શકીશુ, ક્યારેય મિત્ર જોડે ચા પીવા કે નાસ્તો કરતી વખતે સામ સામે બંને વ્યક્તિએ માસ્ક કાઢવો ના જોઈએ જયારે 1વ્યક્તિ માસ્ક ઉતારે અને બીજો પેહરી રાખે ત્યારે સઁક્રમણ 65% જેટલું બચાય પણ બંને માસ્ક સાથે હોય તો 95%સલામતી છે, તેથી દિવસ દરમ્યાન માસ્ક ચા પીવા કે ખાવા કે પાણી પીવા ઉતારો ત્યારે આજુબાજુ 6ફૂટ સુધી કોઈ હોય જ નહિ ત્યારે જ માસ્ક તમારા ઓછા વપરાતા હાથે દોરી ને અડી ને ઉતારવો જોઈએ, યાદ રાખો કે માસ્ક ની બહાર ની સરફેસ પર વાઇરસ છે એટલે માસ્ક ઉતારવાનું કામ ખુબ જ સાવચેતી થી કરવું પડે, નિયમ મુજબ એકવાર માસ્ક કાઢ્યા પછી નવો માસ્ક જ પહેરવાનો હોય છે પણ રસ્તા માં આપણે આ પાલન કરી શકતા નથી તેથી ખુબજ સાવચેતી થી માસ્ક ફરી પહેરવાનો હોય છે (આવા સંજોગો માં અંદર 1 ડીઝપોસલ માસ્ક રાખવો જોઈએ )જયારે તમામ લોકો આ પાલન કરશે તો જ વાઇરસ હારશે. માસ્ક નો ખર્ચ બચાવતા  Remdesivir પછી મોંઘુ પડે છે અને જીવ એના કરતાં પણ કિંમતી છે તેથી આપણે આ જાગૃતિ લાવી આપણી આજુબાજુ આવતા ને માસ્ક કેવો ને કેમ પહેરવાનો તે જાગૃત કરશુ (દાઢી પર લટકતા માસ્ક એટલે દોરી ના ફંદા પર લટકતું જીવન)મિત્રો માસ્ક પોલીસ સામે રક્ષણ માટે નહીં વાઇરસ એટલે કે યમરાજ સામે રક્ષણ આપે છે જેમ "જળ હી જીવન "સૂત્ર છે તેમ મેડિકલ માસ્ક જ જીવન એવું સૂત્ર અપનાવો અને માસ્ક કાઢતા અને પહેરતા પણ સચેત રહો કેમકે બહાર બાજુ ના વાઇરસ ક્યાંક અંદર ની બાજુ તમારી કોઇક એવી ક્રિયા થી નથી આવી ગયા ને કે સીધા નાક માં જાય! આથીજ નાક, મોહ અને આંખ ને તમારા શરીર નો પેહરેદાર બનાવો ને સલામત રહો. ન્યુઝીલેન્ડ કે ઈઝ્રાયલ જેવા દેશ ના લોકો 96%માસ્ક પેહરે છે ત્યારે ત્યાં ડેથ રેટ ઘટ્યો છે અને ફક્ત 5%વાઇરલ સ્પ્રેડ જોવા મળ્યો છે આવો આ જાગૃતિ ફેલાવી આપણા સૌની રક્ષા કરીએ.