Page Views: 11935

દિલ્હીમાં સખ્ખત લોક ડાઉન અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મિટીંગ બોલાવી

વિક એન્ડ કરફ્યુથી કેસમાં ફરક નહીં પડે તો લોક ડાઉન એક માત્ર વિકલ્પ

નવી દિલ્હી-વર્તમાનન્યૂઝ.કોમ

સમગ્ર દેશમાં કોરોનાના કહેર વચ્ચે દિલ્હીમાં નાઈટ કર્ફ્યૂ પહેલેથી જ લાગુ છે હવે ગઇ રાતથી  કેજરીવાલ સરકારની નવી જાહેરાત બાદ વીકેન્ડ કર્ફ્યૂ પણ લાગુ કરાયો છે. શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી શરૂ થયેલો કર્ફ્યૂ સોમવારે સવારે 6 વાગ્યા સુધી યથાવત્ રહેશે. આજે પહેલા વીકેન્ડ કર્ફ્યૂનો પહેલો દિવસ છે. વીકેન્ડ કર્ફ્યૂ આગામી દિવસોમાં આ રીતે જ ચાલુ રહેશે, જ્યાં સુધી કોઈ નવા આદેશ જાહેર ન થાય એવુ કેજરી સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે. તો બીજી બાજુ, કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે એક રિવ્યૂ મીટિંગ બોલાવી છે. આ મીટિંગમાં કોવિડ-19 મેનેજમેન્ટ માટે નોડલમંત્રી મનીષ સિસોદિયા, હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈન તેમજ અન્ય મહત્ત્વપૂર્ણ અધિકારી સામેલ થશે. ત્યારે આ બેઠક બાદ દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. તેમજ આ મામલે આ મિટીંગમાં નિર્ણય લેવામાં આવે એવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. દિલ્હીના CMની રિવ્યૂ મીટિંગમાં રાજધાનીમાં સંપૂર્ણ લોકડાઉનને લઈને ચર્ચા થઈરહી છે. એવી શક્યતા છે કે જો વીકેન્ડ કર્ફ્યૂથી કોરોનાના કેસમાં કોઈ ઘટાડો નહીં થાય તો દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉન લગાડવામાં આવી શકે છે. આ પહેલાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બે વાત મુખ્ય રીતે જણાવી હતી કે લોકડાઉન કોઈ સમાધાન નથી તેમજ જો મામલો રોકાતો નથી તો લોકડાઉન પર વિચાર કરવામાં આવી શકે છે. જે રીતે દિલ્હીમાં એકાએક આટલી ઝડપથી કેસ વધી રહ્યા છે એ દૃષ્ટિએ લાગી રહ્યું છે કે દિલ્હી સરકાર બીજા વિકલ્પ ઉપર ગંભીરતાથી વિચારી રહી છે અને સંભવતઃ મોડી સાંજ સુધીમાં પણ દિલ્હીમાં પંદર દિવસનું સખ્ખત લોક ડાઉન લાગુ થઇ શકે છે.