Page Views: 9347

આજે સુરત શહેર જિલ્લામાં કોરોનાના નવા 1655 કેસ નોંધાયા- 25ના મોત

શહેર જિલ્લામાં 797 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહેતા તેમને રજા આપવામાં આવી

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેરમાં કોરોનાનો પ્રકોપ ભયંકર રીતે વકરી રહ્યો છે. સરકારી આંકડાઓ ઉપરથી એટલો તો ખ્યાલ આવે જ છે કે, શહેર અને જિલ્લાની સ્થિતિ ભયંકર છે અને દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સુરત શહેરમાં આજે સાંજે પુરા થતા ચોવિસ કલાક દરમ્યાન કોરોનાના નવા 1424 કેસ નોંધાયા છે જ્યારે સુરત જિલ્લામાં કોરોનાના નવા 231 કેસ સામે આવ્યા છે આમ વિતેલા ચોવિસ કલાકમાં સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 1655 ઉપર પહોંચ્યો છે. આજે કોરોનાથી વધારે 25 દર્દીઓના મોત થતા કોરોનાને કારણે મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા 1352 થઇ ગઇ છે. હાલમાં શહેરમાં એક્ટીવ કેસ 7812 છે અને દિવસે દિવસે શહેરની સ્થિતિ વણસી રહી છે અને બિહામણું ચિત્ર ઉપસી રહ્યું છે.