સુરત-વર્તમાનન્યૂઝ.કોમ
સુરત શહેરમાં કોરોનાનો પ્રકોપ ભયંકર રીતે વકરી રહ્યો છે અને સતત કેસ વધી રહ્યા છે. આજે સુરત શહેરમાં કોરોનાના નવા 621 કે નોંધાયા છે અને સુરત જિલ્લામાં નવા 198 કેસ સામે આવ્યા છે. આ સાથે જ આજે સુરત શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના દર્દીઓનો આંકડો 70 હજાર 283 ઉપર પહોંચી ગયો છે અને આજે સુરત શહેરમાં અને જિલ્લામાં કોરોનાના કારણે દસ વ્યક્તિના મોત થયાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં સુરત શહેરમાં કોરોનાના કારણે કુલ 930 વ્યક્તિના મોત થયા છે અને સુરત જિલ્લામાં કુલ 290 દર્દીના મોત થયા છે. આજે સુરત શહેરમાં કોરોનાના કુલ 593 દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલના બિછાનેથી રજા આપવામાં આવી હતી. તો જિલ્લામાં પણ 73 દર્દીઓને કોરોનાને પરાસ્ત કરવામાં સફળતા મળી હતી.
સુરત શહેરમાં લોકોમાં એક પ્રકારનો ગભરાટ જોવા મળી રહ્યો છે અને ખાનગી હોસ્પિટલોમાં આઇસીયુમાં બેડ ખાલી નથી. બીજી તરફ ઓક્સિજનની પણ અછત છે અને સરકારી હોસ્પિટલોમાં પણ કોરોનાના વોર્ડ ઉભરાઇ રહ્યા છે. શહેરની હાલત ભયંકર છે અને કોરોના કેવુ સ્વરૂપ ધારણ કરશે તેની ચિંતામાં લોકો હેરાન પરેશાન થઇ ગયા છે.
• Share •