સુરત-વર્તમાનન્યૂઝ.કોમ
સુરતના ચાર્ટડ એકાઉન્ટન્ટ કલ્પિત ખેમકાએ વાણિજ્ય એકાઉન્ટન્સીમાં બેન્કોના વિલિનીકરણ અને અધિગ્રહણ મર્જર એન્ડ એક્વિઝિકશન વિષય પર પીએચડી કરીને ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી છે. માસ્ટર ડિગ્રી વગર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચડી કરનાર તેઓ પ્રથણ વિદ્યાર્થી છે. સામાન્ય રીતે પીએચડી કરવા માટે ઓછામાં ઓછી લાયકાત માસ્ટર હોવુ જરૂરી છે પરંતુ સીએ કલ્પિત ખેમકાએ સીએની ડિગ્રી સાથે પીએચડી ક્લિયર કર્યું છે. છ વર્ષ પહેલા તેમણે પીએચડી કરવાની તૈયારી શરૂ કરી હતી. ત્યારે યુનિવર્સિટીએ ઇન્કાર કર્યો હતો કે, ચાર્ટડ એકાઉન્ટસી પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ ક્રમ નથી પરંતુ હવે વર્ષ 2021માં સીએ સીએ અને સીએમએ જેવા બધા પ્રકારના પ્રોફેશનલ્સને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્ષ તરીકે માન્યતા આપવામાં આવી છે. તેથી સી એ, સી એસ, અથવા સીએમએનો અભ્યાસ કરતા વિદ્યાર્થી પણ પરીક્ષા પાસ કર્યા પછી પીએચડી કરી શકે છે. તેમણે એસપીબી ઇગ્લીશ મિડિયમ કોમર્સ કોલેજના એસોસીએટ પ્રોફેસર ડો. ઐશ્વર્યા કુલર્ણીના માર્ગદર્શન હેઠળ ચાર્ટડ એઉન્ટન્સીની ડિગ્રીના આધારે પીએચડી કર્યુ છે. સીએ કલ્પિત ખેમકાએ તેમના નામ આગળ ડોક્ટર ઉપસર્ગ મુકવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું.
ઘણા ઉતાર ચડાવ સાથે સતત છ વર્ષ સુધીની અથાગ મહેનત બાદ તેમણે ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી છે. આ તમામ પ્રોફેશનલ્સ માટે સૌથી મોટી સિધ્ધી છે કે જેમણે વિવિધ ગ્રુપ, કુટુંબના સભ્યો અને સબંધીઓમાં ડોક્ટર તરીકે ઓળખાવાનું સ્વપ્ન જોયુ છે. અગાઉ કલ્પિત ખેમકાએ એચએસસીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
ચાર્ટડ એકાઉન્ટન્ટન્સી કોર્ષમાં ઓલ ઇન્ડિયા લેવલ પર રેન્કર રહ્યા હતા તેઓ કંપની સેક્રેટરી તરીકેના કોર્ષમાં ઓલ ઇન્ડ઼િયા રેન્કર અને ગ્રેજ્યુએશન દરમ્યાન યુનિવર્સિટીમાં ટોપર રહ્યા હતા. પરંતુ પોતાને ડો. કલ્પિત ખેમકા તરીકે ઓળખાવાની ઇચ્છા હતી અને તે જ લક્ષ્ય પ્રાપ્ત કરવા સતત છ વર્ષ સુધી મહેનત કરીને તેમણે આ સિધ્ધી મેળવી છે. સી એ કલ્પિત ખેમકા ખેમકા પ્રોફેશનલ્સ એકેડેમી કોચિંગ સંસ્થાના સંસ્થાપક અને નિર્દેશક છે. આ સંસ્થામાં વિદ્યાર્થીઓને સીએ સીએસ સીએએનો અભ્યાસ ક્રમ શીખવવામાં આવે છે.
• Share •