Page Views: 4181

કોરોનાનો કહેર ઓછો કરવા હાઇકોર્ટે કહ્યું રાજ્યમાં કડક લોક ડાઉન અને કરફ્યુનો અમલ જરૂરી

સાંજ સુધીમાં સરકાર હાઇકોર્ટના નિર્દેશો અંગે અભ્યાસ કરી નિર્ણય લેશે

ગાંધીનગર-વર્તમાનન્યૂઝ.કોમ

રાજ્યમાં કોરોનાના કેસ વધતા ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકારને આગામી 2 કે 3 દિવસ લોકડાઉન લગાવવાના નિર્દેશ કર્યો છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ સ્ફોટક બની રહી છે. રાજ્યમાં કોરોનાના કેસ રોજ નવા રેકોર્ડ તોડી રહ્યાં છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં લોકડાઉનની જરૂર પડે તેવી સ્થિત હોવાનું અવલોકન કર્યું છે. આ ઉપરાંત રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે. રાજ્યમાં દિવસે ને દિવસે સ્થિતિ વણસી રહી છે જેનું હાઇકોર્ટે અવલોકન કર્યુ છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠનો સરકારને કર્ફ્યૂ લાદવા નિર્દેશ કર્યો છે. જસ્ટિસે કહ્યું, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોના સંક્રમણની ચેઇનને તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે. ગુજરાત ફરતે કોરોનાના દિવસેને દિવસે પોતાનો ભરડો મજબૂત કરી રહ્યું છે અને દૈનિક કેસ સતત નવી સપાટી વટાવી રહ્યા છે. ગુજરાતમાં સ્થિતિ લોકડાઉન લાગુ પડે તેવી ઉભી થઇ છે અને સ્થિતિ દિવસેને દિવસે સ્ફોટક બની રહી છે ત્યારે આવા કડક પગલા લેવા જરૂરી છે. હાઇકોર્ટે જણાવ્યું છે કે હાલની સ્થિતિ કફર્યુ લાદવા જેવી છે અને કોરોનાને અટકાવવા નક્કર પગલા લેવા પણ જરૂરી છે. હાઇકોર્ટે રાજકીય મેળાવડા બંધ કરવા, જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા તથા કોરોનાના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું જરૂરી હોવાનું કહયું હતું.અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં એકધારા કેસ વધી રહયા છે ત્યારે હાઇકોર્ટે આવો નિર્દેશ આપ્યો છે. રાજય સરકારને કડક કાર્યવાહી કરવા અને કોરોનાને રોકવા જરૂરી પગલા લેવા પણ નિર્દેશ આપ્યો છે. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ કારીયાની ખંડપીઠે આદેશ આપ્યો હતો.ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ રાજય સરકાર દોડતી થઇ છે અને હાઇકોર્ટના ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ કોઇ નિર્ણય લેવાશે તેવું જાહેર થયું છે. રાજય સરકારની કોર કમીટીની મીટીંગ સાંજ સુધીમાં મળશે અને કોઇ નિર્ણય લેશે તેવું જણાય છે.ગુજરાત હાઇકોર્ટે એવું પણ કહયું હતું કે, લોકોમાં શિસ્ત લાવતા પહેલા રાજય સરકારે પણ સ્વયંશિસ્ત રાખવાની જરૂર છે.અત્રે એ નોંધનીય છે કે મહાનગરોમાં નાઇટ કફર્યુ ચાલુ છે અને અનેક એસોસીએશનો પણ સ્વૈચ્છીક લોકડાઉન તરફ હકારાત્મક વલણ અપનાવી રહયા છે ત્યારે હવે સરકાર કયારે લોકડાઉન અને કફર્યુનો નિર્ણય જાહેર કરે તે જોવાનું રહયું.