Page Views: 3959

ગઝલ રજુઆતનું હુકમનું પાનું ખરી પડ્યું: અલવિદા ખલીલધનતેજવી

વિખ્યાત શાયર ખલીલધનતેજવી નથી રહ્યા. તેમણે વર્ષો પહેલાં ગઝલના શેર રૂપે લખ્યું હતું. ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું, ફરક શું પડશે કોઇના અહીં હોવા ન હોવાથી.

સુરત-નરેશ કાપડીઆ દ્વારા

ફરક પડે છે ખલીલ સાહેબ, ઘણો ફરક પડે છે.તમારા જેવાં મિજાજ અને નમ્રતાના મિશ્રણ ભાગ્યે જ જોવા મળશે અમને.૪ એપ્રિલની સવારે વડોદરામાં તેમનું  નિધન થયું છે. તેઓ ૮૫ વર્ષના હતા. ખલીલઈસ્માઈલમકરાણી તેમનું પૂરું નામ. ૧૨ ડિસેમ્બર, ૧૯૩૫ના રોજ વડોદરા પાસેના ધનતેજ ગામમાં તેમનો જન્મ થયો હતો. તેથી તેઓ ધનતેજવી રૂપે વિખ્યાત બન્યા, બલ્કે ધનતેજ ગામ તેમનાથી વિખ્યાત બન્યું. ધોરણ ૪ સુધી જ ભણેલાખલીલ અનુભવ અને સાહિત્યની શાળામાં ખુબભણ્યા હતા. તેમનું અદભુત કાવ્ય સર્જન, ગઝલ સંગ્રહો,નવલકથાઓ, નિબંધ સંગ્રહો તેની સાક્ષી પૂરે છે. ગુજરાતી ઉપરાંત તેઓ હિન્દી અને ઉર્દૂમાં પણ ઉમદા કાવ્ય લેખન કરતા હતા. જગજીતસિંઘે ગયેલી તેમની યાદગાર રચના, ‘અબ મૈરાશન કી કતારોં મેં નઝરઆતા હું, અપને  ખેતોં સે બિછડ ને કી સજા પાતાહું’ને કારણે તેઓ જગજાણીતા બન્યા હતા.

સાહિત્ય સર્જન સાથે ખલીલ પત્રકારત્વ, પ્રિન્ટીંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા હતા. થોડી ગુજરાતી ફિલ્મોના ગીત લેખનથી ફિલ્મ નિર્માણ સુધીની જવાબદારી ખાલીલભાઈએનિભાવી હતી.

ખલીલધનતેજવીના યાદગાર ગઝલ સંગ્રહોમાં ‘સાદગી’, ‘સારાંશ’ કે બે વર્ષ પહેલાં આવેલો ‘સરોવર’ યાદ કરી શકાય. તો તેમણે સર્જેલી યાદગાર નવલકથાઓ પણ યાદ આવે: ડો. રેખા (૧૯૭૪), તરસ્યાં એકાંત, મીણની આંગળીએ સૂરજ ઊગ્યો, લીલા પાંદડે પાનખર, સન્નાટાની ચીસ, સાવ અધૂરા લોક, લીલોછમ તડકો (૧૯૯૪) યાદગાર હતી.

ખલીલ ભાઈને ૨૦૦૪માં કલાપી પુરસ્કાર અને ૨૦૧૩માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર એનાયત કરાયો હતો. તો હમણાં જ ૨૦૧૯માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેઓ જૈફ વયે પણ કાવ્ય સર્જનમાં સક્રિય રહ્યા હતા. પોતાની ખામીઓ અને ખૂબીઓથીખલીલબખૂબી પરિચિત હતા. તેમનો મિજાજ અને નમ્રતા બંને જાણીતા હતા.

કવિ શ્રી સુરેશ દલાલ તેમના માટે લખે છે કે ‘કાગળને કન્સલ્ટ કર્યા વિના જે મોજ મસ્તીથીખલીલ ગઝલની રજુઆત કરે છે, એ વિરલ છે. એમની ગઝલ ચોટદાર હોય છે, જે કેવળ સભારંજની નથી. એમના શબ્દોમાં એક પ્રકારનું આકર્ષણ અને ઊંડાણ છે. ગહન વાતને પણ એ સરળતાથી સપાટી પર મૂકીને ફરી પાછા ઊંડાણમાં જઈ શકે છે અને સપાટી ઉપર આવી શકે છે. આ અવગુણ નહીં પણ અતિગુણ છે. એમની ગઝલો સપાટ બયાની નથી. પોતાની વિદ્યાપીઠમાં તૈયાર થયેલા આ શાયર એકાંતમાં અને જાહેરમાં જાણવા અને માણવા જેવા છે.

કોઇની આંગળી પકડીને ચાલવાનું તેમના સ્વભાવમાં નથી તેથી પોતે લખેલી ગઝલની પણ આંગળી પકડીને એ ચાલતા નથી એટલે પુનરાવર્તનમાંથીઉગરી ગયા છે. જ્યારે મુશાયરાની વાત આવે છે ત્યાં સુધી આપણે કહેવું પડેકે ‘રજૂઆતની બાબતમાં એ હુકમનું પાનું છે.’

ખલીલધનતેજવી મંચ પરથી કાવ્ય પ્રસ્તુતીના બાદશાહ હતા. તેમની ગઝબની યાદદાસ્ત જોઈને શ્રોતાઓ દંગ રહી જતા. તેઓ એક-બે ગઝલ બોલવાના હોય કે અડધો કલાક – કલાક સુધી કાવ્ય પઠન કરવાના હોય, કદી તેમનાં હાથમાં કાગળની ચબરખી પણ જોવા મળતી નહોતી. તેઓ બધી જ ગઝલો મોઢે જ બોલતાં અને મુશાયરાનીવાહવાહીનામોજાઓ પર મસ્તીથીતરતા રહેતા. તેઓ ગુજરાત અને દેશભરમાં આટલાં જ લોકપ્રિય શાયર હતા. અનેક વાર ખલીલપ્રસ્તુતિ કરીને બેસી જાય તો પણશ્રોતાઓ તેમને ‘દુબારા’ ‘દુબારા’ ની ચીસો પાડીને ફરી માઈક પર બોલાવતા. આવી હતી તેમની લોકપ્રિયતા. સુરતના ગાંધી સ્મૃતિ ભવનમાં, જીવન ભરતીનારંગભવનમાં અને રાષ્ટ્રીય કલા કેન્દ્રનાવજુભાઈ ટાંક હોલમાં ખલીલધનતેજવીને અમારી સાથે જેમણે પણ સાંભળ્યા હશે, તેઓ તેમને કદી ભૂલી નહીં શકે.

તેમની થોડી કાવ્ય પ્રસાદી યાદ કરીએ:

રગ રગને રોમ રોમથી તૂટી જવાય છે,

તો પણ મઝાની વાત કે જીવી જવાય છે;

ખાલી ગઝલ જો હોય તો ફટકારીકાઢીએ,

આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે !

--

ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું?

તબિયત બબિયત પૂછી લેજો બીજું શું?

--

નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારાં પગલાંથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછીતો એજ રસ્તાથી.

હશે મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યોછે દીવો મારા દીવાથી.

રદીફ ને કાફીયા સાથે ગજબની લેણાદેણી છે,
મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.

હજી ગુંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.
કદી તેં હાક મારી’તી, ઘણા વર્ષો થયાં તો પણ,