Page Views: 6349

સુરતમાં ફાયર સેફ્ટી ન હોવાથી 1100 દુકાનો સીલ

અડાજણ, વરાછા અને ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ફાયર વિભાગે મધરાતે સપાટો બોલાવ્યો

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

ફાયર સેફટીને બેદરકારી દાખવનાર વધુ 1100થી વધુ દુકાનો સીલ કરી ફાયર વિભાગે વેપારીઓ અને બિલ્ડરોને દોડતા કરી સપાટો બોલાવી દીધો છે. અડાજણ, રીગરોડ અને વરાછા વિસ્તારની મોટાભાગની દુકાનોમાં ફાયર સેફટીને લઈને વારંવાર નોટિસ આપ્યા બાદ પણ સુવિધા ન ઉભી કરાતા ફાયર વિભાગે કડક કાર્યવાહી કરવી પડી છે. ફાયર વિભાગ દ્વારા અડાજણમાં આવેલા રકવા કોરિડોરની 1000 દુકાનો, રીગરોડ કુબેરજી માર્કેટની 48 દુકાન, અને વરાછા-સરથાણા પ્લેટેનિયમ પલાઝાની 96 દુકાન, સહિતની અનેક દુકાનો સીલ મારી દેવાય હતી. મધરાત્રીથી શરૂ થયેલી કામગીરી વહેલી સવાર સુધી ચાલી હતી. આ અભિયાનને હજુ પણ આગળ ધપાવવામાં આવશે અને જે કોઇ શોપીંગ કોમ્પલેક્સ, માર્કેટ કે અન્ય સ્થળો પર ફાયર સેફટીની સુવિધા નહીં હોય ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે એવુ ફાયર વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે.