Page Views: 31337

સચિન જીઆઇડીસી રોટરી ક્લબ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિન કેમ્પ યોજાયો

કામદારો અને ઉદ્યોગકારોએ ઉત્સાહ ભેર કોરોનાની રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સચીન જીઆઈડીસીમાં રોટરી ક્લબ ઓફ હોસ્પિટલમાં કોરોના વેક્સીન ફ્રી કેમ્પ નું આયોજન રોટરી ક્લબના ટ્રસ્ટી અને સચીન ઇન્ડ. કો.ઓ.સોસા.લી. નાં માજી સેક્રેટરી મયુર જે. ગોળવાલા, માજી પ્રમુખ નિલેશ એમ. ગામી તથા યુવા ઉધોગકાર નિરવ સભાયા નાં સહયોગથી યોજાયો હતો. વેક્સીન કેમ્પ સુરત મહાનગર પાલિકાના ઉન હેલ્થ સેન્ટર ની ટીમ દ્વારા સાંભળવામાં આવ્યો હતો. આજ ના કેમ્પ ની અગત્યતા એ હતી કે પ્રી-રજિસ્ટ્રેશન કરાવનાર ઉદ્યોગપતિઓ તથા સચીન જીઆઈડીસીના કામદારો મળીને ૨૦૦ જેટલા એ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેઓને વેક્સીન નો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો.

રોટરી હોસ્પિટલ ઉપર સવારના ૧૦:૦૦ વાગ્યાથી એટલો સારો પ્રતિસાદ મળ્યો કે એસ.એમ.સી માંથી બીજા વધારાની 3૦૦ ડોઝ વેક્સીન મંગાવી પડી હતી અને આખો દિવસ સોશિયલ ડિસ્ટન્સીંગનાં પાલન સાથે કામદારોનું રજીસ્ટ્રેશન ટોકન નંબર પ્રમાણે ચાલુ રાખેલ. કામદારોને વેક્સીન મુકવા માટે ઉત્સાહ જોતા બીજા ૨ દિવસ માટે કેમ્પ લંબાવાયો છે અને ત્યારબાદ રોટરી હોસ્પિટને કોવિડ-૧૯ વેક્સીન સેન્ટર ની માન્યતા આપવામાં આવેલ છે. આજરોજ કેમ્પ ઉપર સચિન ઇન્ડ. કો-ઓપ.સોસાયટી લી. ના ડિરેક્ટરો પૈકી કિશોર પટેલ, મિતુલ મહેતા, જતીનભાઈ બગ્ડાવાલા, ભીખુભાઈ નાકરાણી તથા સચિન નિર્દિષ્ટ વિસ્તારના ચીફ ઓફિસર ડી.એમ.પટેલ હાજર રહ્યા હતા. હોસ્પિટલમાં ઉદ્યોગપતિઓ અને કામદારો માટે વેક્સીન મૂકાવ્યા બાદ કોઇ તકલીફ ન પડે તે માટે ૧૦ બેડ, ૨ ઓક્સિજનના બાટલા તથા ડોક્ટરની ટીમ હાજર રાખેલ. જેથી સચીન જીઆઈડીસીના તમામ ઉદ્યોગકારો અને કામદારોને ૧૮વર્ષ થી ઉપરનાને covid 19 vaccine નો આગામી દિવસોમાં રોટરી હોસ્પિટલ ખાતે અચૂકથી લાભ લેવા અપીલ છે.