Page Views: 3721

આજે પણ સુરતમાં કોરોનાના નવા 744 કેસ- ત્રણના મોત

કોરોનાના 665 દર્દીઓને હોસ્પિટલના બિછાનેથી રજા આપવામાં આવી

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે બુધવારના રોજ પણ સુરત શહેરમાં કોરોનાના નવા 604 કેસ નોંધાયા છે જ્યારે સુરત જિલ્લામાં નવા 142 કેસ સામે આવ્યા છે. સુરત શહેર જિલ્લામાં આ સાથે કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 65 હજાર 105 થઇ ગઇ છે અને કોરોનાને કારણે ત્રણ વ્યક્તિના મોત થતા અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોતને ભેટનારા દર્દીઓની સંખ્યા 1176 થઇ છે. આજે સુરત શહેરમાં કોરોનાના 610 દર્દીઓ સારા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી જ્યારે જિલ્લામાં કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા 55 છે આમ કુલ 665 થઇ છે. હાલમાં સુરત શહેરમાં કોરોનાના એક્ટિવ દર્દીઓનો આંકડો 3864 છે.