Page Views: 14670

સુરતના યુવાનને વિડીયો કોલ કરી નિર્વસ્ત્ર થઇ ખંડણી માંગનાર ટોળકીનો એક વરાછામાં ઝડપાયો

સુમિતા શર્મા નામની યુવતીએ સરથાણાના યુવાન સાથે સોશિયલ મિડીયામાં દોસ્તી કર્યા બાદ વિડીયો કોલ કરી કપડા ઉતાર્યા હતા યુવકને કપડા ઉતારવાનું કહી તેનું સ્ક્રિન રેકોર્ડીંગ કરી લઇ રૂપિયા એક લાખ માંગ્યા હતા

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા એક યુવાન સાથે સુમિતા શર્મા નામની યુવતીએ સોશિયલ મિડીયાના માધ્યમથી દોસ્તી કરી હતી. બાદમાં તે ચેટીંગમાં સેક્સી વાતો કરતી હતી અને વિડીયો કોલ કરવાનું કહીને આ યુવાન સામે સુમિતા શર્માએ એક પછી એક પોતાના તમામ વસ્ત્ર ઉતારી નાંખ્યા હતા. એક બે વખત આ રીતે પોતાના અંગોનું પ્રદર્શન કરીને સુમિતાએ આ યુવાનને પણ કપડા ઉતારવા માટે રાજી કર્યો હતો અને જ્યારે યુવાને કપડા ઉતાર્યા ત્યારે સુનિતાએ સ્ક્રીન રેકોર્ડીંગ કરી લીધું હતું. બાદમાં પોતાનું પોત પ્રકાશીને યુવાનને આ વિડીયો સોશિયલ મિડીયામા વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી એક લાખ રૂપિયા ખંડણી માંગી હતી. યુવાને પૈસા આપવા ઇન્કાર કરતા મુળ અમરેલી જિલ્લાના સાવર કુંડલા તાલુકાના સીમરણ ગામના વતની સંદીપ જોરૂભા વાળા નામના યુવાને ભોગ બનનનાર યુવાનને અમરોલી એલસીબીમાંથી બોલતો હોવાનું કહીને એક લાખ રૂપિયા તેના એકાઉન્ટમાં નાંખવા અથવા તો આંગડીયું કરવા ધમકી આપી હતી. જેથી યુવાને આખરે સરથાણા પોલીસનો સંપર્ક કરીને સુમિતા શર્મા, સંદીપ વાળા સહિતના સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છટકુ ગોઠવીને છેલ્લે આ યુવાન રૂપિયા 45 હજાર આપવા તૈયાર હોવાનું સંદીપ વાળાને કહ્યું હતું. સંદીપ વાળા વતી વરાછા રોડ મીની હીરા બજાર વૈશાલી વડા પાંઉ પાસ દિવ્યાંગ કમલેશ ભટ્ટી નામનો 19 વર્ષનો યુવાન પૈસા લેવા આવ્યો હતો. પોલીસે દિવ્યાંગને ઝડપી લીધો છે અને હવે સુમિતા વર્મા તેમજ સંદીપ વાળાને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.