Page Views: 3279

મહિધરપુરા હીરા બજારમાં કોરોના નહીં હોય તો જ વેપારી-દલાલોને પ્રવેશ મળશે

સ્થિતિ વધારે વણસી રહી હોવાથી સ્થિતિ નિયંત્રણમાં લાવવા પ્રયાસ

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેરમાં કોરોનાના કેસ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે ત્યારે હવે શહેરના મુખ્ય એવા  મહિધરપુરા હીરા બજારમાં આજે સવારથી જ બે સ્થળોએ ચેકિંગ ટીમ ઉભી રહી ગઈ છે અને આવતા તમામ લોકોના રિપોર્ટ ચેક કરવામાં આવી રહ્યાં છે. કોરાના પોઝિટિવ રિપોર્ટ હોય તેવાઓને બજારમાં પ્રવેશ આપવામાં આવતો નથી. બજાર શરૂ થાય તે પહેલાં તમામ એન્ટ્રીઓને બંધ કરી દેવામાં આવી છે. બે જગ્યા પરથી જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. હીરાબજારમાં દલાલીનું કામકાજ કરતા અને મહિધરપુરામાં જ રહેતાં એક અગ્રણીએ જણાવ્યું કે ધીરે ધીરે બજારમાં વેપારીઓ, દલાલો અને એસોર્ટર્સ આવી તો રહ્યાં છે. તેમનું કડક ચેકિંગ પાટીદાર ભવન અને કંસારા શેરી નજીકના પોઈન્ટ ઉપર કરવામાં આવી રહ્યું છે. રેપિડ ટેસ્ટ કે કોરોનાના અન્ય રિપોર્ટ નહીં હોય તેવાઓને હીરાબજારમાં પ્રવેશ આપવામાં આવતો નથી.