Page Views: 3579

રાજ્યના ચાર મહાનગરોમાં 15 એપ્રિલ સુધી કરફ્યુ યથાવત રાખવા નિર્ણય

રાજય સરકારે કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો અમલ તા. ૩૦ એપ્રિલ સુધી લંબાવ્યો

ગાંધીનગર-વર્તમાનન્યૂઝ.કોમ  

 રાજ્યમાં કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ અંગેની ભારત સરકારની ગાઇડ લાઇન્સનો અમલ આગામી તા.૩૦ એપ્રિલ-ર૦ર૧ સુધી લંબાવવામાં આવ્યો છે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા આગામી તા.૩૦ એપ્રિલ સુધી યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  

 આ ઉપરાંત, રાજ્યના ૪ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હાલ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જે રાત્રિ કરફયુ અમલમાં છે તે પણ આગામી તા.૧પ એપ્રિલ-ર૦ર૧ સુધી યથાવત રાખવામાં આવશે તેમ પણ ગૃહના અધિક મુખ્ય સચિવે જણાવ્યુ છે. હાલમાં રાજ્યમાં કોરોનાની વિકસ સ્થિતિ છે અને દર રોજ સરેરાશ કરતા પણ વધારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે જેના કારણે નાગરિકોને સાવધાની અને સતર્કતા રાખવા માટે પણ જાણ કરવામાં આવી છે.