Page Views: 3337

પાલિકાની બજેટ માટેની સામાન્ય સભા ઓન લાઇન રાખવામાં આવતા આપનો વિરોધ

સંસદ અને વિધાનસભા ઓફ લાઇન મળતી હોય તો સામાન્ય સભામાં શું વાંધો છે

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત મહાનગર પાલિકાની બજેટની સામાન્ય સભા ઓનલાઇન રાખતા વિરોધ પક્ષ આમ આદમી પાર્ટીએ આક્રમક વિરોધ કર્યો હતો. તેમજ હોબાળો મચાવીને મહાનગર પાલિકાના દરવાજા બંધ કરવા પડે એટલી બબાલ ઉભી કરી હતી.  અગાઉ જ વિરોધ પક્ષ દ્વારા ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન સભા યોજવા માટે રજૂઆત કરાઈ હતી. જો કે, શાસકો દ્વારા કોરોનાને કારણે ઓફલાઈનની જગ્યાઓ ઓનલાઈન સભા રાખવાના વિરોધમાં મહાનગરપાલિકાની કચેરીમાં વિપક્ષી કોર્પોરેટરોએ હલ્લાબોલ મચાવ્યો હતો.પાલિકામાં વર્ચ્યુઅલ સામાન્ય સભા સહિતના ત્રણ મુદ્દે વિપક્ષે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. સંસદ અને ગુજરાત વિધાનસભા ઓફલાઈન ચાલી રહી છે. પ્રજાના પ્રશ્નો માટે વિધાનસભા અને સંસદમાં ધારાસભ્યો અને સંસદ સભ્યો ચર્ચા કરી રહ્યા છે પરંતુ સુરત મહાનગરપાલિકાની મહત્વની એવી બજેટની સામાન્ય સભા પણ શાસકોએ ઓનલાઇન રાખી છે. જેનો વિપક્ષ દ્વારા આક્રમક વિરોધ કર્યો છે. વિરોધપક્ષના અવાજને દબાવવા માટે ઓનલાઈન સભાનું આયોજન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ પણ વિરોધ પક્ષ દ્વારા કરાયો હતો. બજેટ સભામાં 24x7 નામની યોજના અંતર્ગત પાણીના મીટરો મૂકીને પ્રજાને પાણીના મસમોટા બીલ આપવામાં આવ્યા છે. તે તમામ બીલ રદ્દ કરી અને જનતાને નિયમિત પદ્ધતિથી પાણી આપવામાં આવે તેવી માંગણી છે.જનતાલક્ષી માંગણીઓ ઉપર ધ્યાન આપવાના બદલે, ગંભીરતાથી વિચારવાના બદલે સુરત કોર્પોરેશનના તઘલખી શાસકો દ્વારા પોતાના મળતીયાઓને ફાયદો થાય અને જનતા પાણીના બીલ ભરી ભરીને પાયમાલ થઈ જાય એવા તઘલખી નિર્ણય લેવામાં આવ્યા છે જેના વિરોધમાં વિરોધપક્ષના નેતા ડેપ્યુટી મેયરની ચેમ્બરમાં ઉપવાસ ઉપર બેસવા જતા વિરોધ થયો હતો.