Page Views: 18249

જાણો સમગ્ર દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવ અડધા થઇ જશે

રાજ્ય સરકારો વેટના નામે પણ મોટી રકમ મેળવી રહી છે

નવી દિલ્હી-વર્તમાનન્યૂઝ.કોમ

પેટ્રોલ-ડીઝલની કિંમત આકાશને સ્પર્શી રહી છે. જો કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ પેદાશોને ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (GST)ના દાયરામાં લાવી દે તો આમ આદમીને મોટી રાહત મળી શકે છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને  આ વાતનો સંકેત આપ્યો છે. જો જીએસટીના મહત્ત્।મ દર પર પેટ્રોલ અને ડીઝલને રાખવામાં આવે તો પણ બંનેની કિંમત દ્યટીને વર્તમાન કિંમતથી અડધી થઈ જાય. હાલમાં પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર સરકાર એકસાઇઝ ડ્યુટી અને રાજય સરકારો વેટ વસૂલ કરે છે. આ બંને ટેકસ એટલા છે કે ૩૫ રૂપિયાનું પેટ્રોલ દેશના અલગ અલગ ભાગમાં ૯૦થી ૧૦૦ રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી જાય છે. ૨૩ ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૦.૯૩ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૮૧.૩૨ રૂપિયા પ્રતિ લીટર છે. જેના પર કેન્દ્ર સરકાર ક્રમશઃ ૩૨.૯૮ રૂપિયા પ્રતિ લીટર અને ૩૧.૮૩ રૂપિયા પ્રતિ લીટર એકસાઇઝ ડ્યુટી વસૂલ કરે છે. દેશમાં ૧ જુલાઇ, ૨૦૧૭ના રોજ જીએસટી અમલમાં આવ્યો હતો. આ સમયે પેટ્રોલ-ડીઝલને તેમાંથી બાકાત રખાયા હતા. હવે નાણા મંત્રીએ પેટ્રોલ-ડીઝલની કિંમતો નીચે લાવવા માટે કેન્દ્ર અને રાજય સરકારો વચ્ચે સંયુકત સહયોગનું આહવાન કર્યું છે. જો પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટી હેઠળ લાવવામાં આવે તો દેશમાં ઇંધણની કિંમત એક સરખી થઈ જશે. જો જીએસટી પરિષદ ઓછા સ્લેબની પસંદગી કરે તો કિંમત ખૂબ ઘટી શકે છે. હાલમાં જીએસટીના ચાર સ્લેબ છે. જેમાં ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા શામેલ છે. હાલ કેન્દ્ર અને રાજય સરકારો એકસાઇઝ ડ્યુટી અને વેટના નામે ૧૦૦ ટકાથી વધારે ટેકસ વસૂલ કરે છે.