Page Views: 14619

કોંગ્રેસી કાર્યકરો વિફર્યા બાબુ રાયકા, કદીર પીરઝાદા અને તુષાર ચૌધરીના પુતળા બાળ્યા

કોંગ્રેસને ભાજપના હાથે વેંચી નાખી હોવાનો આરોપ મુક્યો

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેરમાં કોંગ્રેસના ઉમેદવારોનો કારમો પરાજય થતા કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુ રાયકાએ શહેર કોંગ્રેસના પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે, શહેર પ્રમુખના રાજીનામા પછી પણ કોંગ્રેસના કાર્યકરોનો રોષ શાંત થયો ન હતો અને કાર્યકરોએ સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે આવેલી કોંગ્રેસ કાર્યાલય ખાતે તોડફોડ કરી હતી. રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ બાબુ રાયકા, તુષાર ચૌધરી અને કદીર પીરઝાદાના ફોટાઓ પોસ્ટરમાંથી ફાડી નાંખ્યા હતા. ઉપરાંત તેમના ફોટાઓના પુતળા બનાવી અને ત્રણેય નેતાઓના પુતળાઓનું દહન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ એવો આરોપ પણ મુક્યો હતો કે, આ ત્રણેય નેતાઓને કારણે સુરતમાં કોંગ્રેસના ઉમેદવારો વિજેતા થઇ શક્યા નથી અને આ લોકો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અને કોંગ્રેસને હરાવી છે. કાર્યકરોએ એવુ પણ જણાવ્યું હતું કે, સી આર પાટીલ અને વિજય રૂપાણીનું સ્વપ્ન હતું કે, સુરત પાલિકાને કોંગ્રેસ મુક્ત કરવી છે એ આ કોંગ્રેસના નેતાઓ એ તેમનું સ્વપ્ન પુરૂ કર્યું છે.