સુરત-વર્તમાનન્યૂઝ.કોમ
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં પરિણામો ભાજપ તરફી આવી રહ્યા છે પરંતુ કોંગ્રેસની સ્થિતિ હતી તેના કરતા પણ બદતર થઇ ગઇ છે અને તેમને ધાર્મિક માલવિયા સાથે છેલ્લી ઘડીએ દગો કરવાનું ભારે પડ્યું છે અને કોંગ્રેસથી વિમુખ થયેલા પાટીદાર મતદારોએ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર પસંદગી ઉતારી છે. વોર્ડ નંબર 16 પુણા પશ્ચિમમાંમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પાયલ સાકરીયા,શોભના કેવડિયા, જીતુ કાછડીયા અને વિપુલ મોવલિયાનો વિજય થયો છે. જ્યારે ભાજપના કોમલ પટેલ, મમતા સુરેજા, ચંદુ મુગરા અને દલસુખ ટીંબડીયાનો પરાજય થયો છે. કોંગ્રેસ સાથે છેડો ફાડીને પાસ દ્વારા અઘોષિત રીતે આપને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. વોર્ડ નંબર ચારમાં ભાજપના બાબુ જીરાવાલાની પેનલનો પરાજય થયો છે અને આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવારો વિજયી બન્યા છે
• Share •