Page Views: 7188

સ્પાર્કલ પ્રદર્શનમાં ભવ્ય ફેશન શો યોજાયો

ફેશન શોના આયોજનના કારણે સુરત બ્રાન્ડને વિકસાવવામાં મોટી મદદ મળી રહેશેઃ દિનેશ નાવડીયા

સુરત. વર્તમાનન્યૂઝ.કોમ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ચાલી રહેલા જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન ‘સુરત સ્પાર્કલ– ર૧’દરમ્યાન ગઇકાલે સાંજે મિસીસ એશિયા યુનિવર્સ ર૦૧૯ સ્વાતિ જાની અને શહેરના નામાંકીત ફેશન ડિઝાઇનર ડો. હીના મોદી દ્વારા ભવ્ય ફેશન શો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, આવા પ્રકારના ફેશન શોના આયોજનના કારણે સુરત બ્રાન્ડને વિકસાવવામાં મોટી મદદ મળી રહેશે. જ્વેલરી અને ફેબ્રિકના મિત્રો આ રીતે એક મંચ ઉપર નિયમિત રીતે મળતા રહે તો ફેશન ઇન્ડસ્ટ્રીને પણ નવો ઓપ મળી રહેશે.ફેશન શોમાં મુંબઇના મોડલ્સ દ્વારા સુરતમાં બનાવવામાં આવેલી ડાયમંડ જ્વેલરી, ટ્રેડીશનલ જ્વેલરી અને ગારમેન્ટ્‌સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

શાઇ લોઓ દ્વારા ફેશન શોમાં કોરીયોગ્રાફી કરવામાં આવી હતી. ફેશન શોનું સંચાલન આરજે રાહીલે કર્યું હતું. જ્યારે ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ પ્રાસંગિક વિધી કરી હતી.