Page Views: 5130

મતદાન શરૂ થતા પહેલા જ સુરતમાં 22 ઇવીએમ બદલવા પડ્યા

સમયસર મતદાન શરૂ થતા તંત્રએ રાહતનો દમ લીધો

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત મહાનગર પાલિકાના 30 વોર્ડ અને 120 બેઠકો માટે આજે મતદાનની પ્રકિયા શરૂ થઈ હતી. જો કે મતદાન શરૂ થયા પહેલા મોક રાઉન્ડમાં તમામ ઇવીએમ બરાબર ચાલે છે કે નહીં તેના માટે તમામ મતદાન મથકોમાં મોક પોલ રાઉન્ડ રાખવામાં આવ્યો હતો. સવારે 6 વાગ્યે શરૂ થયેલ મોક પોલ રાઉન્ડ દરમ્યાન જ વોર્ડ નં.1, 2,3,5,7,9,11,13,14,16, 17, 24, 26, માં ઇવીએમમાં ખરાબી આવી હતી. જેમાં ઇવીએમનું બટન ખરાબ થઈ ગયું હતું. કનેક્શનમાં તકલીફ આવતી હતી. કેબલ ખરાબ અને રજીસ્ટ્રેશન બટન ખરાબ હોવાની ફરિયાદ આવી હતી.આ ખામીને દુરસ્ત કરવા માટે  જ ચૂંટણી અધિકારીનો સ્ટાફ દોડતો થઈ ગયો હતો અને સવારે સાત વાગ્યે ચૂંટણીની પ્રકિયા શરૂ થાય તે પહેલાં જ ઇવીએમ બદલવામાં આવતા સમયસર મતદાનની પ્રકિયા શરૂ થઈ ગઈ હતી. આજે સવારે સુરત શહેરમાં કુલ 22 ઇવીએમમાંથી 20 બેલેટ યુનિટ અને 7 કન્ટ્રોલ યુનિટ બદલવા પડ્યા હતા.જો કે, આ ટેકનિકલ ખામીની મતદાન ઉપર કોઇ પણ પ્રકારની અસર થઇ ન હતી.