Page Views: 12741

સાંજે ચાર વાગ્યા સુધીમાં સૌથી વધારે મતદાન 42.67 ટકા કતારગામ-વેડ વોર્ડમાં જ્યારે સૌથી ઓછું મતદાન વાડી ફળિયા નવાપુરામાં માત્ર 23.1 ટકા નોંધાયું

સાંજે ચાર વાગ્યા સુધીમાં સુરત શહેરમાં સરેરાશ 33.63 ટકા મતદાન

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત મહાનગર પાલિકામાં નગર સેવરોને ચૂંટવા માટે આજે સવારથી ધીમી ગતિએ મતદાન શરૂ થયું હતું. સાંજે ચાર વાગ્યા સુધીમાં પણ સરેરાશ કરતા ઓછું મતદાન થતા શહેરીજનોને મતદાન મથક સુધી લાવવા માટે શહેર ભાજપના નેતાઓ અને કાર્યકરો દોડાદોડી કરતા જોવા મળ્યા હતા.સુરત મહાનગર  પાલિકાની ચૂંટણીમાં 18,17,238 પુરૂષ અને 14,70,999 સ્ત્રી મતદારો મળી કુલ 32,88,352 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ સવારે સાતથી સાંજના 6 વાગ્યા સુધીમાં કરવાના છે. ત્યારે  વોર્ડનં. 02માં કુલ 165 મતદાન મથકોમાં સૌથી વધુ 1,73,515 મતદારો નોંધાયા છે, જેમાં મતદાન મથક દીઠ સરેરાશ 1052 મતદારો થાય છે. જ્યારે સૌથી ઓછા મતદારો ધરાવતા વોર્ડ નં.15 માં 84,646 મતદારો છે. આ વોર્ડમાં મતદાન મથક દીઠ સરેરાશ 1008 મતદારો થાય છે.

આજે સવારથી શરૂ થયેલુ મતદાન સુરત શહેરના તમામ વોર્ડમાં ધીમું રહ્યું હતું અને બપોરે એક વાગ્યા સુધીમાં સરેરાશ 13 ટકા આસપાસ મતદાન થયું હતું. જોકે  બપોર બાદના ત્રણ કલાકમાં મતદાનમાં થોડો વેગ આવ્યો છે અને સાંજે ચાર વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ મતદાન 33.63 ટકાની આસપાસ પહોંચ્યું હોવાનું અનુમાન છે. ત્યારે આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં સુરત શહેરમાં સૌથી વધારે મતદાન કતારગામ વેડ રોડ વોર્ડમાં નોંધાયું હતું. આ વિસ્તારમાં સરેરાશ 42.67 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન વાડીફળિયા, નવાપુરા, સલાબતપુરા વોર્ડમાં માત્ર 23.1 ટકા જેટલું જ નોંધાયુ છે. આ વિસ્તારમાં મતદારો વધારે માત્રામાં બહાર નીકળે એ માટે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. આ સિવાય શહેરના આંજણા ડુંભાલ વોર્ડમાં 40.35 ટકા જેટલું મતદાન નોંધાયું છે.

આ સિવાયના વોર્ડ પ્રમાણે સાંજે ચાર વાગ્યા સુધી ટકાવારીમાં મતદાન આ પ્રમાણે છે

જહાંગીરપુરા-32.98

અમરોલી-મોટા વરાછા-38

કાપોદ્રા 35.55

વરાછા સરથાણા-29.59

ફુલપાડા –એ કે રોડ-35.80

કતારગામ-34.78

ડભોલી સીંગણપોર-36.66

રાંદેર જહાંગીરપુરા-34.83

અડાજણ પાલ-36.86

અડાજણ ગોરાટ-31.18

નાણાવટ-સૈયદપુરા-31.39

ઉમરવાડા-માતાવાડી-31.05

કરંજ મગોબ-28.83

પુણા પશ્ચિમ-36.3

પુણા પુર્વ 40.09

લિંબાયત-કુંભારીયા-35.95

આંજણા-ડુંભાલ-40.35

ખટોદરા મજુરા-29.01

સોની ફળિયા-નાનપુરા-26.02

બમરોલી ઉધના ઉત્તર-32.6

ઉધના દક્ષિણ -32.95

લિંબાયત-ઉધના યાર્ડ-33.49

ગોડાદરા ડીંડોલી-23.26

ડીંડોલી-31.34

પાંડેસરા ભેસ્તાન-35.88

અલથાણ-બમરોલી-33.36

સચિન કનસાડ-35.78