Page Views: 13077

આઝાદી પછી દેશમાં પ્રથમ વખત મહિલાને ફાંસી અપાશે- પરિવારના સાત સભ્યોને રહેંસી નાંખ્યા હતા

મથુરાની જેલમાં મહિલાને ફાંસીના માચડે લટકાવી દેવાશે

નવી દિલ્હી-વર્તમાનન્યૂઝ.કોમ  

મથુરાની જેલમાં મહિલાને ફાંસી આપવાની તૈયારી જેલ પ્રશાસને શરૂ કરી દીધી છે. આ ફાંસી અમરોહાની રહેનારી મહિલા શબનમે અપાઈ શકે છે. તેણે એપ્રિલ 2008માં પ્રેમી સલીમની સાથે મળીને પોતાના જ પરિવારના સાત સભ્યોની કુહાડીથી કાપીને હત્યા કરી હતી. મથુરા જેલ પ્રશાસનને દોરડાન ઓર્ડેર આપ્યો છે. નિર્ભયા કાંડના દોષીઓને ફાંસી પર લટકાવનાર પવન જલ્લાદે ફાંસી ઘરની મુલાકાત પણ લીધી છે. જોકે ફાસીની તારીખ હજી સુધી નક્કી કરવામાં આવી નથી. જો શબનમે ફાંસી થાય છે તો આ આઝાદ ભારતનો પ્રથમ મામલો હશે. જોકે દોષિત શબનમે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. જ્યાં સુપ્રીમ કોર્ટ નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. તે પછી શબનમ-સલીમે રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી. જોકે રાષ્ટ્રપતિ ભવને તેની અરજીને ફગાવી દીધી. આઝાદી પછી શબનમ પ્રથમ મહિલા કેદી હશે જેની ફાંસી આપવામાં આવશે. દેશમાં માત્ર મથુરા જેલનું ફાંસી ઘર એક માત્ર છે જ્યાં મહિલાને ફાંસી આપી શકાય છે. હાલ શબનમ બરેલી જ્યારે સલીમ આગ્રા જેલમાં છે. મથુરા જેલમાં 150 વર્ષ પહેલા મહિલા ફાંસીઘર બનાવવામાં આવ્યું હતું. આઝાદી પછી અત્યાર સુધીમાં અહીં કોઈ પણ મહિલાને ફાંસીએ લટકાવવામાં આવી નથી. વરિષ્ઠ જેલ અધીક્ષકના જણાવ્યા મુજબ હાલ ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી નથી. જોકે અમે તૈયારી શરૂ કરી દીધી છે. દોરડા માટે ઓર્ડર આપવામાં આવ્યો છે. ડેથ વોરન્ટ ઈસ્યુ થતા જ શબનમ-સલીમને ફાંસ આપવામાં આવશે. જોકે સલીમને ફાંસી ક્યાં આપવામાં આવશે તે હજી નક્કી કરવામાં આવ્યું નથી. અમરોહાના ગામ બાવનખેડીમાં વર્ષ 2008ની 14-15 એપ્રિલ દરમિયાન થયેલી ઘટનાને કોઈ ભૂલ્યું નથી. અહીં શિક્ષામિત્ર શબનમે રાતે પોતાના પ્રેમી સલીમની સાથે મળીને પોતાના પિતા માસ્ટર શૌકત, માં હાશમી, ભાઈ અનીસ અને રશિદ, ભાભી અંજુમ અને પિતરાઈ બહેન રાબિયાની કુહાડીથી કત્લ કરી દીધી હતી. ભત્રીજા અર્શનું ગળુ દબીને હત્યા કરી દીધી હતી. આ લોકો તેમના પ્યારના માર્ગમાં અડચણ હતા.
આ મામલમાં અમરોહા કોર્ટમાં બે વર્ષ ત્રણ મહિના સુધી સુનાવણી ચાલી હતી. જે પછી 15 જુલાઈ 2010એ જિલ્લા જજ એસ એ હુસૈનીએ શબનમ અને સલીમને ત્યાં સુધી ફાંસીએ લટકાવવાનો આદેશ આપ્યો હતો, જ્યાં સુધી તેમનો જીવ ન નીકળે. શબનમ અને તેનો પ્રેમી કદાચ ક્યારેય જેલમાં ન પહોંચત પરંતુ કેટલાક મામુલી કારણોને કારણે તેમને જેલમાં જવાનો વારો આવ્યો. શબનમે લગ્ન કર્યા ન હતા. જોકે તે રોજ તેના પ્રેમીને ઘરે બોલાવતી હતી. ઘટના પછી સલીમની પાસેથી કુહાડી મળી હતી. બંનેના લોહીથી લથપથ કપડા મળ્યા હતા. ત્રણ સીમ પણ તેમની પાસેથી મળ્યા હતા. જેની પર અલગ-અલગ સમયે બંનેએ આ કૃત્યુ કરવા અંગે વાત કરી હતી.