Page Views: 10106

મધરાતે લાલગેટન જમ્મુ પઠાણે સાત વર્ષની બાળાને પીંખી નાંખી

ફુટપાથ પર માતા પાસે સુતેલી સાત વર્ષની બાળકીને દસ રૂપિયાની લાલચ આપી ઉઠાવી ગયો હતો જમ્મુ પઠાણ- લાલગેટ પોલીસે ગણતરીની કલાકોમાં સીસી ટીવી ફુટેજના આધારે ઝડપી પાડ્યો

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

શહેરના હાર્દ સમા લાલગેટ વિસ્તારમાં ફુટપાથ પર રહેતા એક શ્રમજીવી પરિવારના સાત વર્ષની બાળકીને સોમવારે મધરાત બાદ આ વિસ્તારનો માથાભારે જમ્મુ પઠાણ દસ રૂપિયા આપવાની લાલચ આપીને ઉઠાવી ગયો હતો. બાદમાં બાળકીને અવવારૂ જગ્યાએ લઇ જઇ બાળકીનું ગળુ દબાવીને તેને બચકા ભરીને પોતાની હવસ સંતોષી હતી. બાળકી યેન કેન પ્રકારે જમ્મુના હાથમાંથી છટકીને પોતાની માતા પાસે રડતી રડતી આવી હતી જેથી તેની માતા ચોંકી ઉઠી હતી. શ્રમજીવી પરિવારે તુરંત લાલગેટ પોલીસનો સંપર્ક કરતા પોલીસે આ વિસ્તારના સીસી ટીવી ફુટેજ ચેક કર્યા હતા. જેમાં માથાભારે જુમ્મા પઠાણ બાળકીને લઇ જતો હોવાનું જણાતા પોલીસે તુરંત અલગ અલગ ટીમોને દોડાવીને જુમ્મા પઠાણને ઝડપી પાડ્યો હતો.

બાળકીનું મહિલા પોલીસ અધિકારીએ કાઉન્સલિંગ કરતા તેને રમવા માટે ટેડીબેર આપ્યું હતું. જેથી બાળકીએ ટેડીબેરનું ગળું દબાવીને હિન્દીમાં એવું કહ્યું હતું કે, ઉસને મુજે ઐસે દબોચા તા થા, જેથી પોલીસને એ વાતની ખાતરી પણ થઇ ગઇ હતી કે, જુમ્માએ બાળકીની હત્યાનો પણ પ્રયાસ કર્યો છે. હાલમાં આ બાળકીને મેડીકલ ચેકઅપ માટે લઇ જવામાં આવી છે. પોલીસે જુમ્મા પઠાણને પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ઝડપી લઇ તેની તપાસ હાથ ધરી છે.

ઃઃઃતડીપાર જુમ્મા પઠાણ સુરતમાં ફરતો હતો

ચોક બજાર વિસ્તારમાં અશરફ નાગોરી પરના ફાયરીંગ પ્રકરણ બાદ જુમ્મા પઠાણ વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો અને શહેર પોલીસ દ્વારા અગાઉ તેને તડીપાર કરવામાં આવ્યો હતો. હજુ તડીપારીનો સમય પુરો થયો નથી તેમ છતાં જુમ્મા પઠાણ સુરતમાં આવીને રહેવા લાગ્યો હતો અને તેણે ગંભીર ગુનાને અંજામ આપીને એક બાળકીને પીંખી નાખી હતી.