ગાંધીનગર-13-1-2021
ગુજરાત માં વાહનની ગતિ મર્યાદા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે પ્રસિદ્ધ કરીને વાહનની ગતિ મર્યાદા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં રાજ્યમાં એક્સપ્રેસ હાઈ-વે પર 120ની સ્પીડે ચલાવી શકાશે, જ્યારે નેશનલ હાઈવે પર 100, સ્ટેટ હાઈવે પર 80ની સ્પીડે વાહન ચલાવવા નક્કી કરવામાં આવ્યું છે. મનપા શહેરી વિસ્તારમાં 65 અને ગ્રામ્ય વિસ્તારમાં 50ની સ્પીડ નક્કી કરવામાં આવી છે. આ સિવાય માલસામાનની હેરફેર કરતા વાહનની ગતિ મર્યાદા પણ નક્કી કરાઈ છે.
ગાડી માટે સ્પીડ લિમિટ
એક્સપ્રેસ હાઇવે 120 કિ.મી
નેશનલ હાઇવે 100 કિ.મી
સ્ટેટ હાઇવે 80 કિ.મી
મ્યુન્સિપલ શહેરી વિસ્તાર 65 કિ.મી
ગ્રામ્ય વિસ્તાર રોડ 50 કિ.મી
માલસામાનની હેરફેર કરતા વાહનોની ગતિ મર્યાદા
એક્સપ્રેસ હાઇવે 80 કિ.મી
નેશનલ હાઇવે 80 કિ.મી
સ્ટેટ હાઇવે 70 કિ.મી
મ્યુન્સિપલ શહેરી વિસ્તાર 60 કિ.મી
ગ્રામ્ય વિસ્તાર રોડ 40 કિ.મી
દ્વિચક્રી વાહનોની ગતિ મર્યાદા
નેશનલ હાઇવે 80 કિ.મી
સ્ટેટ હાઇવે 70 કિ.મી
મ્યુન્સિપલ શહેરી વિસ્તાર 60 કિ.મી
ગ્રામ્ય વિસ્તાર રોડ 50 કિ.મી
• Share •