Page Views: 2742

સ્પોર્ટઝ વિલેજ એકેડેમિઝ ફરી ખુલતાં બાળકો રમતનાં મેદાનમાં પાછા ફર્યા

વર્ષ 2021ના આશાવાદી વર્ષમાં વધુ કેન્દ્ર ખોલવાનુ આયોજન

સુરત-13.01-2021 
રમતો રમવાનાં અભિરૂચિ ધરાવતાં બાળકો માટે નવુ વર્ષ સારી આશા લઈને આવ્યુ છે કારણકે સ્પોર્ટઝ વિલેજ એકેડમીએ (અગાઉ કુહ સ્પોર્ટસ તરીકે જાણીતી) શરૂઆતના અનલૉકના તબક્કા પછી તેનાં ભારતનાં મલ્ટી સ્પોર્ટસ ટ્રેઈનિંગ સેન્ટર્સ ની કામગીરી ચાલુ કરવાનુ શરૂ કરૂ દીધુ છે. હાલમાં સંસ્થાનુ મુંબઈ, ચેન્નાઈ અને સુરતમાં ૬ સેન્ટર કાર્યરત છે, જ્યારે અન્ય શહેરોમાં 15 કેન્દ્રો શરૂ કરવાનુ કામકાજ ચાલી રહ્યુ છે. લાંબા અવરોધ પછી આ કેન્દ્રો શરૂ થતાં બાળકો હવે તેમની રમતગમતની તાલિમના રૂટીનમાં ગોઠવાઈ જશે.સ્પોર્ટઝ વિલેજ એકેડમી (એસવીએ)એ યુવા બાબતો અને રમતગમતના મંત્રાલયે સ્પોર્ટસની પ્રવૃત્તિ ફરી શરૂ કરવા જાહેર કરેલી એસઓપી અને માર્ગરેખાઓ ઉપરાંત સલામતિનાં કડક ધોરણો અમલમાં મુક્યાં છે. સ્પોર્ટઝ વિલેજ એકેડમીના સહ-સ્થાપક અને હેડ, શ્રી જીતેન્દ્ર જોષી જણાવે છે કે “સલામતિનાં ચુસ્ત પગલાં અને સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધોરણો ઉપરાંત અમે એક સાથે ઓછી સંખ્યામાં ખેલાડીઓ રમત રમે તેનુ ધ્યાન રાખી રહ્યા છીએ. એકેડમીના કામકાજના કલાકોમાં અમે મુલાકાતીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મુક્યુ છે. લોકર રૂમનો ઉપયોગ કરતા નથી. એક બીજા સાથે  સાધનોનુ આદાન પ્રદાન થાય નહી વગેરે બાબતોનુ ધ્યાન રાખી રહયા છીએ. ખેલાડી અને કોચ કેટલીક વધારાની  સાવચેતી પણ રાખી રહ્યા છે.”અનલોક વન પછી સુરતની લોટસ ક્રિકેટ એકેડમી ખાતેનુ એસવીએ સૌ પ્રથમ વાર મે- 2020માં ફરી શરૂ કરાયુ હતુ. એ પછી હિલ હાઈ ખાતે જૂન માસમાં બાસ્કેટબૉલ અને ફૂટબૉલ એકેડમીઝ શરૂ કરવામાં આવી હતી. ઓકટોબર- નવેમ્બરમાં એસવીએનાં સુરતના સરીતા સાગર સંકુલ ટ્રસ્ટ ક્રિકેટ ડેવલપમેન્ટ સેન્ટરની સાથે સાથે મુંબઈમાં ડોન બોસ્કો બાસ્કેટબૉલ ડેવલપમેન્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યુ. એમાં તાજેતરમાં ચેન્નાઈ સ્થિત વેલ્સ ડેવલપમેન્ટ સેન્ટરનો ઉમેરો કરવામાં આવ્યો. વિવિધ એસવીએમાં આજ સુધીમાં 200 બાળકોએ તેમનાં નામ નોંધાવ્યાં છે અને બાળકો ફૂટબોલ, બાસ્કેટબૉલ, સ્કેટીંગ, અને ટેનિસ જેવી રમતો તાલિમ પામેલા કોચ પાસેથી શિખી રહ્યાં છે. આ ઉપરાંત લૉકડાઉન દરમ્યાન  એસવીએનાં 46 બાળકોએ એક્ટિવ કલબમાં નામ નોંધાવ્યાં હતાં. સ્પોર્ટઝ વિલેજ એકેડમીએ અનોખા “ફીઝીકલ” મોડલ મારફતે ડીજિટલ સાધનોનો ઉપયોગ કરીને બાળકો શારિરિક પ્રવૃત્તિ કરી શકે તે હેતુથી બાળકો પોતાના ઘરમાં આરામ વચ્ચે શારિરિક રીતે સક્રિય રહે અને તેમની રમતગમતની મજલનુ સંવર્ધન થઈ શકે તે માટે એક્ટિવ કલબ વિકસાવી છે.સ્પોર્ટઝ વિલેજના હેડ, માર્કેટીંગ એન્ડ ટેકનોલોજી શ્રી ક્રિશ આયંગર જણાવે છે કે “અમે સુરતમાં માત્ર 10 બાળકોથી શરૂઆત કરી હતી. બાળકો સલામત રીતે એકેડમીમાં પાછાં ફરે તેની ખાતરી માટે અમે વિડીયો વડે એકેડમી સેફટી ગાઈડલાઈન બહાર પાડી હતી. મેદાનમાં સલામતિ પ્રોટોકોલના કડક અમલને કારણે અમને બાળકો અને તેમના વાલીઓનો વિશ્વાસ સંપાદન કરવામાં અને સહાય થઈ છે અને અમે  સાતત્ય સાથે વૃધ્ધિ હાંસલ કરી શકયા છીએ. અમને મળતી પૂછપરછમાં ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરીમાં નોંધપાત્ર વધારો થયો છે.”નવા વર્ષે રમતગમતની પ્રવૃત્તિમાં અને સાથે સાથે રમતોમાં સામેલ થતાં બાળકોની સંખ્યામાં વેગ આવશે. જીતેન્દ્ર જોષી જણાવે છે કે “ હવે મોટા ભાગના બિઝનેસ અને પ્રવૃત્તિઓ શરૂ થઈને સામાન્ય કહી શકાય તે સ્થિતિની નજીક પહોંચી છે ત્યારે બહાર આવીને બાળકો સાથે રમવાની તાતી જરૂરિયાત છે. રમતના ખેલાડી અને ચાહકો પણ રમતની પ્રવૃત્તિ સામાન્ય બને તેવુ ઈચ્છી રહ્યા છે. અમે ફીટનેસ, રમતમાં કારકીર્દી બનાવવા તથા એકંદર વિકાસ જેવાં વિવિધ કારણોથી અમારા કેન્દ્રમાં જોડાયેલાં બાળકોને  રમતમાં પાછાં ફરતાં આવકારીએ છીએ.”સ્પોર્ટઝ વિલેજ એકેડમી એ સ્પોર્ટઝ વિલેજની એકેડમીઝ શાખા છે. તે ગ્રાસરૂટ (પાયાના) પ્રોગ્રામ તથા ઉત્તમ સ્પોર્ટસ ડેવલપમેન્ટ સેન્ટર્સ મારફતે રમતગમતમાં અભિરૂચિ ઉભી કરવામાં ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે ભારતમાં છેલ્લાં 5 વર્ષમાં  2 લાખથી વધુ બાળકોને તાલિમ આપી ચૂકી છે.