Page Views: 3027

કોરોના વેક્સીનેશનને લઇ સુરત પાલિકા દ્વારા તમામ આગોતરી તૈયારી પૂર્ણ

૨૨ જગ્યાએ વેક્સીનેશનની કામગીરી થશે – તમામ ડોક્ટરોની ટીમ સાથે બેઠક મળી

સુરત-11-01-21

કોરોના મહામારી સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે. જયારે કોરોના વેક્સીનને કેન્દ્ર સરકારે મજુરી આપ્યા બાદ લોકોને થોડી રાહત મળી છે. જયારે વેક્સીનેશનને લઈને સમગ્ર દેશમાં આગોતરા આયોજનની સાથે તૈયારીઓ કરવામાં આવી છે. જયારે આગામી તારીખ ૧૬મી જાન્યુઆરીથી વેકસીનેશનની કામગીરીની શરૂઆત કરવામાં આવનાર છે.

જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા એલર્ટ રહીને કામગીરી કરવામાં આવી રહી છે. દ્રાય રન સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે. તેમજ વેક્સીન સ્ટોરેજની અને તેના વિતરણને લઈને પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જયારે આગામી દિવસોમાં શરુ કરવાના વેક્સીનેશનના પ્રોગ્રામને લઈને આજે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ મેડીકલ સ્ટાફ સાથે ખાસ બેઠક કરવામાં આવી હતી.પાલિકા દ્વારા વેક્સીનેશન માટે તૈયાર કરવામાં આવેલ ૨૨ જેટલી સાઈટો પર નિયુક્ત કરવામાં આવેલ ડોક્ટરોની ટીમ આ બેઠકમાં હાજર રહી હતી. જેમાં ડોકટરોને જરૂરી માહિતી આપવા આવી હતી. જયારે વેક્સીનેશનની તમામ પ્રકારની તૈયારી આગોતરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જયારે ૧૬ જાન્યુઆરીથી શરુ થનાર વેક્સીનેશનમાં પ્રથમ હેલ્થ વર્કરોને કોરોના વેક્સીન આપવામાં આવશે. જે પ્રથમ ફેઝમાં સુરતમાં કુલ ૩૩ હજાર જેટલા સરકારી અને ખાનગી હેલ્થ વર્કરોનો સમાવેશ થયો છે.