Page Views: 3688

ચેમ્બરની નવી પહેલ : ઇન્સ્પાયરેશનલ સ્પીકર સોનુ શર્મા સાથેના કાર્યક્રમમાં યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરશે

કાર્યક્રમની વધુ માહિતી માટે ૯૮ર૪૭૦૦૭૯૦ ઉપર સંપર્ક કરી શકાશે.

સુરત-11-01-21

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તા. ૧ર જાન્યુઆરી ર૦ર૧ના રોજ સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણીના ભાગરૂપે નેશનલ યુથ ડેના પ્રસંગે ટેક્ષ્ટાઇલ, ડાયમંડ, રીયલ એસ્ટેટ, કેમિકલ અને આઇટી જેવા વિવિધ ક્ષેત્રની સાથે સંકળાયેલા યુવા ઉદ્યોગકારોને એક મંચ ઉપર એકત્રિત કરીને એક નવી પહેલ કરવામાં આવશે. સેકન્ડ જનરેશન જે હવે પછીના વેપાર ઉદ્યોગને લીડ કરનાર છે એવા યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવા તથા સહભાગી થવા માટે એક પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કરાયું છે.

ચેમ્બરના ગૃપ ચેરમેન કમલેશ ગજેરા અને યુથ વીંગ કમિટીના ચેરમેન મહેશ રામાણીના સહિયારા પ્રયાસથી ઇન્સ્પાયરેશનલ સ્પીકર એન્ડ કોર્પોરેટ ટ્રેનર સોનુ શર્મા સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરભરના યુવા ઉદ્યોગકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં યુવા ઉદ્યોગ સાહસિકોને જીવનમાં આગળ વધવા તેમજ ઇન્ડસ્ટ્રીના ઉત્થાન અને વિકાસ માટે પ્રેરીત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં સુરતની બે પ્રતિભાશાળી વ્યકિતઓને સન્માનિત પણ કરવામાં આવશે. માંઝી ફિલ્મથી પ્રસિદ્ધ થયેલા સુરતના પ્લે બેક સિંગર ભાવિન શાસ્ત્રી અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા મહિલા ઉદ્યોગ સાહસિક હેતલ વિરાણીનું પણ આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આમંત્રિતોને જ પ્રવેશ આપવામાં આવશે, જેની નોંધ લેવા વિનંતી છે. કાર્યક્રમની વધુ માહિતી માટે ૯૮ર૪૭૦૦૭૯૦ ઉપર સંપર્ક કરી શકાશે.