Page Views: 6553

અદાણી વિલ્મરે સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાંથી ડુપ્લીકેટ ફોર્ચ્યુન સનફલાવર ઓઈલનાં 15 લીટરનાં ટીન લેબલ્સ, સ્ટીકર્સ અને કેપ્સ જપ્ત કર્યાં

અદાણી વિલ્મરે અંદાજે રૂ.8 લાખનો માલ જપ્ત કર્યા પછી ત્રણ વ્યક્તિ સામે એફઆઈઆર નોંધવામાં આવી

સુરતઃ 10-1-2021

ગુજરાત હાઉસિંગ બોર્ડ,  સુરતના કવાટર્સ અને સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્યૂરો (પીસીબી) ના દરોડા દરમ્યાન ફોર્ચ્યુન સનફલાવર ઓઈલનાં 15 લીટરના ટીનનાં લેબલ્સ, સ્ટીકર્સ અને અન્ય બ્રાન્ડઝની પ્રોડકટસ જપ્ત કરાઈ હોવાનું આ ઓથોરિટીએ જણાવ્યું છે. ડિસેમ્બર, 2020માં  ફોર્ચ્યુન સનફલાવર ઓઈલના કિસ્સામાં અમદાવાદમાં પાડવામાં આવેલી સમાન પ્રકારની  રેઈડના સંદર્ભમાં આ રેઈડ પાડવામાં આવી હતી. એફએમસીજી ક્ષેત્રની ટોચની કંપની અદાણી વિલ્મરને મળેલી ચોકકસ માહિતીને આધારે મંગળવારે સુરતના કમિશનર ઓફ પોલિસ શ્રી અજય કુમાર તોમર, આઈપીએસના કાર્યક્ષેત્રમાં આવતા અડાજણ નજીક પાલનપુર પાટીયા વિસ્તારના ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નં.55/514માં તથા એ જ વિસ્તારમાં આવેલી સિમનનગર સોસાટીના દિવા ટ્રેડર્સ, શોપ નં.8માં પોલિસ ઈન્સપેકટર શ્રી સંજય ભાટીયા (પીસીબી)ની આગેવાની હેઠળ પીસીબી પોલિસ ઓફિસરોની ટીમ  અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા આ રેઈડ પાડવામાં આવી હતી. અદાણી વિલ્મરના પ્રવકતા જણાવે છે કે “આ બંને સંકુલમાંથી ફોર્ચ્યુન સનફલાવર ઓઈલનાં 15 લીટરના ટીનનાં 400 લેબલ્સ, 1160 સ્ટીકર્સ અને અદાણી વિલ્મર બ્રાન્ડીંગના 95 નકલી કેપ્સ (ઢાંકણાં) જપ્ત કરવામાં આવ્યા છે. નકલી કેપ્સ બેસાડવા માટે વપરાતી એક ગન, લેબલ ઉપર એમઆરપી, બેચ કોડ વગેરે છાપવા માટે ડુપ્લીકેટ સ્ટેમ્પ તથા મોટા જથ્થામાં ડુપ્લીકેટ ઓઈલ્સ અને અન્ય બ્રાન્ડઝનું ભેળસેળવાળું ઘી પણ ઝડપવામાં આવ્યું છે.” જપ્ત કરાયેલો જથ્થો અંદાજ રૂ.8 લાખનો છે. ઓરિજીનલ ફોર્ચ્યુનના ટીન સાથે, જપ્ત કરાયેલા ટીનને સરખાવતાં ફોર્ચ્યુનનો અસમાનતા ધરાવતો ખોટો લોગો, હોલોગ્રામ, ફોન્ટસ, એફએસએસએઆઈની વિગતો અને પોષણ મૂલ્ય દર્શાવતી માહિતી વગેરે મળી આવ્યું છે. ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરમાં વસવાટ કરતા આરોપી જનક ભજિયાવાલા, બાલાજી કૃપા સોસાયટીમાં રહેતા સંજીવ નદકર્ણી અને દિવા ટ્રેડર્સના માલિક જયેન્દ્ર લાખાણી સામે રાંદેર પોલિસ સ્ટેશનમાં એફઆઈઆર રજીસ્ટર કરાવવામાં આવી છે. આરોપીઓ સામે ઈન્ડીયન પીનલ કોડની કલમો- 406, 420, 272, 482, 483, 485, 486, 120 (બી), 34 અને 114 તથા ફૂડ સેફ્ટી એક્ટ-2006,  ટ્રેડમાર્ક એક્ટની કલમ-102, 103 અને 104 તથા કોપી રાઈટ-1ની કલમ-51 અને 63 જેવી કલમો હેઠળ કેસ કરવામાં આવ્યો છે. પોલિસ આ લેબલ્સ, સ્ટીકર્સ, કેપ્સ અને નકલ કરવાના રેકેટમાં વપરાયેલી અન્ય પ્રોડક્ટસ બાબતે તપાસ કરી રહી છે. અદાણી વિલ્મર તેની પ્રોડક્ટસના પ્રોસેસીંગ અને સપ્લાય ચેઈનમાં આહાર સલામતી અને ગુણવત્તાના સર્વોચ્ચ ધોરણોનું પાલન કરે છે. દેશની અત્યંત ઝડપથી વિકસતી એફએમસીજી કંપનીઓમાં તે સમાવેશ પામે છે અને અદાણી વિલ્મર બ્રાન્ડ નેમ હેઠળ ખાદ્ય તેલ, આટા, ચોખા, બેસન, સોયાબીન ચંક્સ, ખાંડ, રેડી કૂક ખિચડી અને સોયા ચંકીઝ જેવી અન્ય પ્રોડક્ટસનો વ્યાપક પોર્ટફોલિયો ધરાવે છે.