Page Views: 886

ઉતરાયણને ગણતરીના દિવસોની વાર – કર્ફ્યુંને લીધે લોકોએ દિવસે ખરીદી શરુ કરી

ઉતરાયણ નજીક આવતાની સાથે જ વિવિધ સ્ટોલ પર ગ્રાહકોની ભીડ વધતા વિક્રેતાઓમાં ખુશીનો માહોલ

સુરત

ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. જયારે કોરોનાની મહામારી વચ્ચે પણ પતંગરસિયાઓ દ્વારા ઉતરાયણની ઉજવણીની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જયારે રાત્રી કર્ફ્યુંને કારણે પતંગ અને દોરીના સ્ટોલ અને દુકાનો પર દિવસ દરમિયાન ગ્રાહકો જોવા મળી રહ્યા છે.

કોરોના મહામારીને લીધે રાજ્ય સરકાર દ્વારા તમામ ઉત્સવો પર સંક્રમણ વધુ ન ફેલાય એ માટે ચાલુ વર્ષે જરૂરી નિયમો સાથે ઉજવણીને મંજુરી આપવામાં આવી છે. જયારે જાન્યુઆરીની શરૂઆતમાં પતંગ અને દોરીના સ્ટોલ પર લોકો ઓછા દેખાતા હતા. જેને કારણે વિક્રેતાઓમાં પણ નિરાશા જોવા મળી રહી હતી. જોકે ઉતરાયણ નજીક આવતાની સાથે જ વિવિધ સ્ટોલ પર ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. જયારે શહેરમાં પંતગ અને દોરીના વિવિધ સ્ટોલ પર વિક્રેતાઓ દ્વારા વેપાર કરવાની સાથે કોરોનાની ગાઈડ લાઈનનો પણ અમલ કરવામાં આવી રહ્યો છે. અને તેને ગ્રાહકો પણ માની રહ્યા છે.

કોરોનાની અસર પતંગ અને દોરી પર પણ જોવા મળી રહી છે. કોરોનાના સ્લોગન તેમજ ડીઝાઈન અને જાગૃતિ સાથેના પતંગ જોવા મળી રહ્યા છે. જોકે પંતગ અને દોરીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ પતંગરસિયાઓને તેની ખાસ અસર થઇ રહી નથી તેવું લાગી રહ્યું છે. ભાગળ પર આવેલા વિવિધ સ્ટોલ પર ધીમે ધીમે ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. જયારે કેટલાક વિક્રેતાઓ દ્વારા લોકોની ભીડ ન થાય તે માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. તેમજ હોમ ડીલીવરી પણ શરુ કરવામાં આવી છે. જેનો પણ લોકો લાભ લઇ રહ્યા છે.

દોરીના માંજાને લઈને વર્ષોથી જાણીતા ભગવાન પતંગ ભંડારના પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે કોરોનાને કારણે શરૂઆતમાં ઘરાકી ઓછી રહી હતી. જોકે છેલ્લા દિવસોમાં ઘરાકી જોવા મળી રહી છે. જયારે કોરોનાને લઈને હોમ ડીલીવરી શરુ કરી છે. જેનો પણ લોકો લાભ લઇ રહ્યા છે.