Page Views: 473

મુખ્યમંત્રીના હસ્તે માંડવીના સઠવાવ ખાતે કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઇપલાઇન યોજનાનું લોકાર્પણ

રૂપિયા ૫૭૦ કરોડના ખર્ચે સાકાર થયેલી યોજનાથી માંડવી અને માંગરોળ તાલુકાના કુલ ૮૯ ગામોને સિંચાઈનો લાભ થશે

સુરત

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. મુખ્યમંત્રીના હસ્તે માંડવીના સઠવાવ ખાતે કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઇપલાઇન યોજનાનું લોકાર્પણ કરાયું હતું. રૂપિયા ૫૭૦ કરોડના ખર્ચે સાકાર થયેલી યોજનાથી માંડવી અને માંગરોળ તાલુકાના કુલ ૮૯ ગામોના ૪૯,૫૦૦ એકર વિસ્તારને સિંચાઈનો લાભ થશે. જેને કારણે માંડવી અને માંગરોળ તાલુકાના ૨૯૦૦૦ આદિજાતિ ખેડૂત પરિવારોમાં ખુશી ની લહેર જોવા મળી હતી.

દુર્ગમ પહાડી વિસ્તારમાં ઈજનેરી કૌશલ્યનું અનોખું ઉદાહરણરૂપ આ યોજનામાં કુલ ૩૨ કિલોમીટરની લંબાઇમાં માઇલ્ડ સ્ટીલની પાઇપલાઇન નાંખવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના માંડવી અને માંગરોળ તાલુકાના આદિજાતિ વિસ્તારના કેટલાક ગામો ઉંચા લેવલે હોઇ તથા ડુંગરાળ પ્રદેશમાં આવેલા હોવાથી નજીકમાં જ ઉકાઇ ડેમ તથા કાકરાપાર વિયર જેવી મોટી સિંચાઇ યોજનાઓની નહેરો હોવા છતાં આ ગામો સિંચાઇ સુવિધાથી વંચિત રહ્યાં હતાં. આ સમસ્યાના નિવારણ માટે આદિજાતિ વિસ્તારમાં જળસંગ્રહ તથા સિંચાઇ સુવિધાઓ ઉભી કરવા માટે  સંવેદનશીલ અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા માંડવી અને માંગરોળ તાલુકામાં સિંચાઇની સુવિધા પુરી પાડવા માટે ઉકાઇ-કાકરાપાર જળાશય આધારિત કાકરાપાર-ગોરધા-વડ ઉદવહન પાઇપલાઇન યોજનાનું દીર્ઘદ્રષ્ટિપૂર્ણ ખેડૂતલક્ષી આયોજન હાથ ધર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭માં આ યોજનાનું ખાતમુહુર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ્દ હસ્તે થયું હતું.

ડુંગરાળ પ્રદેશમાં આ યોજનાનું બાંધકામ હોવા છતાં ભૌગોલિક પડકારોનો સામનો કરી તથા કોરોના જેવી મહામારીમાં પણ કામ અવિરતપણે જારી રાખી યોજના સાકાર કરવામાં આવી છે. આ યોજનામાં કાકરાપાર વિયર ખાતે પ્રથમ પમ્પીંગ સ્ટેશન તથા ગોરધા વિયર પાસે બીજું પમ્પીંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આ યોજનામાં કાકરાપાર વિયર પાસે બનાવેલ પ્રથમ પમ્પીંગ સ્ટેશનથી 500 ક્યુસેક્સ પાણી ઉપાડી 10 ફૂટ વ્યાસની એટલે કે ઘરના એક માળની ઉંચાઇ જેટલા વ્યાસની પાઇપલાઇનથી ગોરધા વીયર અને ગોરધા વિયર પાસે બનાવેલ બીજા પમ્પીંગ સ્ટેશનથી આ જ પાણી કુલ 368 ફૂટ જેટલી એટલે કે 37 માળના મકાન જેટલી ઉંચાઇમાં લિફ્ટ કરી માંગરોળ તાલુકાના વડગામ સુધીના આદિજાતિ વિસ્તારના ગામોમાં સિંચાઇ માટે પહોંચાડવામાં આવ્યું છે.

યોજનામાં પાઇપલાઇનની નજીક આવતા ૬ કોતરોમાં પાણી નાખી ૩૦ ચેકડેમ ભરાશે. માંડવી તાલુકાના સઠવાવ તથા માંગરોળ તાલુકાના પાતાલદેવી ગામના મોટા તળાવો ભરાશે.

લોકાર્પણ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી ગણપતિ, સંસદ પરભુ વસાવા એ સભા સંબોધતા ભૂતકાળ ની સરકાર પર આકળા પ્રહારો કરી કોંગ્રેસ ને આદેહાથે લીધી હતી. આજ પ્રસંગે જિલ્લા ના ધારાસભ્યો સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને સમગ્ર લોકર્પણ  પ્રસંગે માં કોરોના ગૌઈડ લાઈન નું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.