સુરત
નવા વર્ષમાં ગ્રાહકો (Customer) માટે નવી ભેટો (New Gift)ની શોધખોળ ભારતની સૌથી મોટી ફ્યુઅલ રિટેલર ઈન્ડિયન ઓઇલ (Indian oil) એ હવે ભારતની સૌથી મોટી બેંક એસબીઆઈ(Sbi)ના સહયોગથી ઇન્ડિયન ઓઇલ-એસબીઆઇ કો-બ્રાન્ડેડ રૂપે ડેબિટ કાર્ડ(Debit card) રજૂ કર્યું છે.
એસબીઆઈ-ઇન્ડિયન ઓઇલ કો-બ્રાન્ડેડ રૂપે ડેબિટ કાર્ડનું લોકાર્પણ શ્રીકાંત માધવ વૈદ્ય, ચેરમેન, ભારતીય ઓઇલ અને દિનેશકુમાર ખારા, ચેરમેન, એસબીઆઈ, દ્વારા એક કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.
કાર્ડની સુવિધાઓ (Card facility) :
એસબીઆઈ અને ઈન્ડિયન ઓઇલ વચ્ચેની ભાગીદારીની પ્રશંસા કરતા, એસબીઆઈના ચેરમેન દિનેશકુમાર ખારાએ જણાવ્યું હતું કે, "ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ સાથેની વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા એસબીઆઇ-ઇન્ડિયન ઓઇલકોન્ટેકલેસ રૂપી ડેબિટ કાર્ડશરૂ કરતા અમને આનંદ થાય છે. અમને વિશ્વાસ છે કે 'ટેપ એન્ડ પે' ટેક્નોલોજી સાથે, આ કો-બ્રાન્ડેડ કાર્ડ કાર્ડધારકોને ઘણા આકર્ષક ફાયદાઓ અને બળતણ ખરીદી પર સંકળાયેલ ઓફર્સ આપીને એક અનન્ય અનુભવ પ્રદાન કરશે.
એસબીઆઈ ઇન્ડિયન ઓઇલ ડેબિટ કાર્ડ આખા ભારતમાં શરૂ કરવામાં આવ્યું છે. ગ્રાહક એસબીઆઈની હોમ શાખાની મુલાકાત લઈને ભારતમાં ક્યાંય પણ કાર્ડ મેળવી શકે છે. આકોન્ટેકલેસ કાર્ડ રૂ. 5000 / - સુધીની લેવડદેવડ માટે તેનો ઉપયોગ થઈ શકે છે. આનો ઉપયોગ કરવાથી, કાર્ડધારકને ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પમ્પ પાસેથી બળતણની ખરીદી કરીને ઘણા ફાયદાઓ મળશે.
• Share •