Page Views: 2438

મહારાષ્ટ્રના ભંડારાની હોસ્પિટલમાં આગ લાગતા 10 માસુમ બાળકોના કમકમાટી ભર્યા મોત

એક દિવસથી ત્રીસ દિવસ સુધીના માસુમ બળીને રાખ થઇ ગયા

ભંડારા-9-1-2021

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લા હોસ્પિટલમાં શુક્રવારે મોડી રાતે આગ લાગવાથી 10 બાળકોના મોત થઈ ગયા છે. આ બાળકો માત્ર 1 દિવસથી 3 મહિનાની ઉંમરના જ હતા અને તેઓ ખૂબ નબળાં હોવાથી તેમને ન્યૂબોર્ન કેર યુનિટ (SNCU)માં દાખલ કરવામાં આવ્યા હતા. 3 વર્ષ પહેલાં પણ આ જ વોર્ડમાં આગ લાગી હતી, પરંતુ તે પછી પણ સુરક્ષાના કોઈ પગલાં લેવામાં આવ્યા નહતા. આ વખતે પણ જ્યારે આગ લાગી ગાર્ડસે બારી તોડીને અંદર દાખલ થવું પડ્યું હતું. ત્યાં એટલો ધુમાડો હતો કે બાળકો તો ઠીક પણ ગાર્ડ્સ પણ શ્વાસ નહતા લઈ શકતા. આગ એટલી ભયાનક હતી કે, ત્યાં મુકેલા બધા મશીનો બળીને ખાખ થઈ ગયા હતા.હું શુક્રવારે રાતે 9વાગે હોસ્પિટલમાં ડ્યૂટી માટે પહોંચ્યો હતો. રાત્રે અંદાજે 1.30 વાગતા હોસ્પિટલની અંદર ડ્યૂટી પર હતો ત્યારે જ ફોન આવ્યો કે ફર્સ્ટ ફ્લોરના સિક ન્યૂબોર્ન કેર યુનિટ (SNCU)માં ધુમાડો નીકળી રહ્યો છે. મેં મારી આજુબાજુ જે સિક્યુરિટી ગાર્ડસ હાજર હતા તેમને બોલાવ્યા અને બધાની સાથે ઉપર ગયો. વોર્ડની બહાર પહોંચતા પહેલાં અમે જોયું કે ICU ગેટમાંથી કાલા કલરનો ઘુમાડો નીકળી રહ્યો હતો. તેમ છતાં અમે દરવાજો ખોલીને અંદર જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અમારું અંદર જવું શક્ય ન બન્યું. અમે ફાયર એક્સટિંગ્વિશરની મદદથી ધુમાડાને હટાવવાનો પ્રયત્ન કર્યો અને આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમાં પણ સફળતા ન મળી. ધુમાડાના કારણે ત્યાં શ્વાસ લેવાનું પણ મુશ્કેલ હતું. તેથી અમે નીચે ભાગ્યા. એટલામાં ફાયર બ્રિગેડની ગાડી આવી ગઈ હતી. અમે તેની સીડી પાછળની બાજુ લગાવીને બારી સુધી પહોંચ્યાં. બારી તોડી અને પાછળના રસ્તેથી બાળકોને બહાર કાઢ્યા. અફસોસ છે કે, અમે માત્ર 7 બાળકો જ બચાવી શક્યા. ઘટના સ્થળે હાજર એક અન્ય સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું, રૂમમાં ચારેય બાજુ ધુમાડો ફેલાયેલો હતો. ઘણાં બાળકોના શરીર કાળા પડી ગયા હતા. બે ઈન્ક્યુબેટરમાંથી આગ નીકળી રહી હતી. તેમાં મુકેલા બાળકો દાઝીને કણસી રહ્યા હતા.જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. પ્રમોદ ખંડાતેના જણાવ્યા પ્રમાણે વોર્ડમાં 17 નવજાત બાળકોની સારવાર ચાલતી હતી. જિલ્લાધીકારી સંદીપ કદમે જણાવ્યું કે, રાતે અંદાજે 1.30થી 2 વાગ્યા સુધીમાં માત્ર ન્યૂબોર્ન કેર યુનિટમાં આગ લાગી હતી. આ વિશેના ચોક્કસ કારણો હાલ કહી શકાય તેમ નથી, અમે તેની તપાસ કરી રહ્યા છીએ. અમે ફાયર કોલેજના એક્સપર્ટને પણ બોલાવ્યા છે, તેમના રિપોર્ટ પછી કઈક સ્પષ્ટ કહી શકાશે.