Page Views: 6373

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પણ ડાયમંડ બુર્સની જેમ જ હબ ફાળવવામાં આવે- દિનેશ નાવડિયા

કોરોનાકાળ બાદ ચેમ્બર દ્વારા સીટેક્ષ-2021નો પ્રારંભ -સીટેક્ષમાં પ્રર્દશન કરતાં મંત્રી સ્મૃતિ ઈરાનીએ વખાણ કર્યા:ઈન્ડિજીનિયમ મશીનનો ઉદ્દેશ સિદ્ધ થતાં જોઈ, ગર્વ મહેસુસ થઈ રહ્યું છે

સુરત-9-1-2021

આજથી સરસાણા ટ્રેડ એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે લોક ડાઉન બાદ સંભવતઃ દેશના પ્રથમ એક્ઝિબિશનનો પ્રારંભ કેન્દ્રીય વસ્ત્ર મંત્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે થયો છે. સીટેક્ષ-2021ના  ત્રિ-દિવસીય ટેક્સટાઈલ મશીનરીઝ અને એન્સિલરીઝ એક્ઝિબિશન-સીટેક્ષ 2021ના ઉદઘાટન સમારોહમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડિયાએ ટેક્સટાઇલ ઉદ્યોગની પ્રવર્તમાન સ્થિતિ અને ભવિષ્ય વિશેની રજૂઆતોને પોતાના વક્તવ્યમાં વણી લિધી હતી અને જણાવ્યું હતું કે, ડાયમંડ બુર્સ બન્યા પછી 1.58 લાખ કરોડનો વેપાર કરતો  ડાયમંડ ઉદ્યોગ આવનારા દિવસોમાં રૂપિયા ત્રણ  લાખ કરોડ પર પહોંચી જશે, ત્યારે સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રિઝને બુર્સ જેવું ટ્રેડિંગ સેન્ટર મળે તે દિશામાં આગળ વધવામાં આવે તે આવશ્યક છે. આ સાથે જ 500-1000 ડોલર્સના ઓર્ડર સુરતના ઉદ્યોગકારોને મળતાં હોય ત્યારે તેના પર કસ્ટમ ડ્યુટી બમણી લાગતી હોય છે. સેમ્પલીંગ માટે મોકલવાનું કપડુ પણ મોંઘુ પડી જતુ હોઈ છે. જેના માટે ફોરેન પોસ્ટ ઓફિસ શરૂ કરવાની સાથો-સાથ જીએસટી ઈન્વર્ડેટ ડ્યુટી સ્ટ્રક્ચરના કારણે એક જ જીએસટી સ્લેબ રાખવા માંગ કરી છે.  ત્યારે સુરતના બે કારીગરોએ આયાતિ એમ્બ્રોયડરી મશીનની કરતાં પણ અડધી કિંમતનું અને વધુ ઝડપથી કામ આપતું તૈયાર કરેલું મશીન જોઈને કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જાહેર મંચથી અભિનંદનની વર્ષા કરીને જણાવ્યું હતું કે, 4 વર્ષે પૂર્વે જે અમે સુરતના ચેમ્બરના પદાધિકારીઓ સાથે ચર્ચા કરી ઈન્ડિજીનિયસ મશીનરી તૈયાર કરાવવાનું સ્વપ્ન જોયું હતું. તે ઉદ્દેશ આજે ધીમે-ધીમે પૂર્ણ થતાં જોઈને ઘણું ગર્વ અનુભવાય છે. ત્યારે ઘણાં લોકોએ તે વખતે આ વાતને યોગ્ય રીતે સ્વીકારી નહીં હતી. હવે પછીનો સમય સસ્ટેનેબર મેન્યુફેક્ચરીંગ ઈન ટેક્સટાઈલનો છે. જે એડમિનિસ્ટ્રેશનનો નવો કોન્સેપ્ટ બનશે. તેવું કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ચેમ્બરના સીટેક્ષ એક્ઝિબિશનના ઉદ્ઘાટન સમયે કહ્યું છે. પોતાના વક્તવ્યમાં મંત્રી ઈરાનીએ જણાવ્યું હતું  કે, કોરોનાની આ વિકટ સ્થિતિમાં પણ ભારતમાં એકમાત્ર એક્ઝિબિશન ટેક્સટાઈલના માધ્યમથી ચેમ્બરએ આયોજન કરી ઈતિહાસ રચ્યો છે. ચેમ્બરના માધ્યમથી ઉદ્યોગના 110 એક્ઝિબિટર્સ કે જેઓ મશીનરીનું પ્રર્દશન કરવા આગળ આ‌વ્યા તેના માટે અમે સૌ આભારી છીએ. આજે એ જણાવતાં આનંદ થાય છે કે 4 વર્ષ પૂર્વે ચેમ્બરના જ એક કાર્યક્રમમાં આ સભાખંડમાં ટેકનિકલ ટેક્સટાઈલ અને ઈન્ડિજીનિયસ મશીનો સનરાઈઝ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રિઝ છે. સીટેક્ષના માધ્યમથી મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત અંતર્ગતના સૂત્રને સાકાર થતું જોઈને ગર્વ થઈ રહ્યો છે. જે મશીનો વિદેશથી 50 લાખથી વધુમાં આયાત થાય છે. તે મશીનો 3 થી 25 લાખમાં સુરત સહિતના રાજ્યોમાં બની રહી છે. હવે સસ્ટેનેબર મેન્યુફેક્ચરીંગ ઈન ટેક્સટાઈલ નવો કોન્સેપ્ટ છે. જેના માટે વડાપ્રધાને એમએમએફ(મેન મેઈડ ફાઈબર) અને ટેકનિકલ ટેક્સટાઈલના ગ્રોથ માટે પ્રોડક્શન લિંક ઈન્સેન્ટીવ સ્કીમ હેઠળ રૂ.10,000 કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. જે અગાઉ એપેરલ માટે રૂ.6000 કરોડનું હતું.
વધુમાં, જીઓ ટેક્સટાઈલ સેક્ટરમાં પણ સુરત સહિતની ઈન્ડસ્ટ્રિઓ આગળ આવી રહી છે. પાછલા ફેબ્રુઆરીથી કોરોનાની વિકટ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. આંતરાષ્ટ્રીય બોર્ડર બંધ થયા ત્યારે આપણી પાસે એકેય માસ્ક કે પીપીઈ કીટ તૈયાર કરતી કંપની હતી નહીં. આજે 11,000 કંપનીઓ છે. જેનું ટર્નઓવર 1100 કરોડ છે. એન-95 માસ્ક બનાવતી 250 કંપનીઓ છે. જે પ્રતિદિન 6 લાખ પીસ તૈયાર બનાવે છે. ડબલ્યુએચઓના સ્ટાર્ન્ડડને ડાયલ્યુટ કર્યા વગર રોજના લાખો પીસ માસ્ક-પીપીઈ કીટ તૈયાર થાય છે. જે અત્યાર સુધી ક્યારે નથી થયું. વધુમાં, ટેકનિકલ ટેક્સટાઈલ માટે 3 વર્ષમાં 2007 એચએસએન કોડ અને 300 સ્ટાર્ન્ડડ જાહેર કર્યા છે. જેના થકી 60 ટકા એક્સપોર્ટ વધ્યું છે.  સીટેક્ષમાં પ્રર્દશિત થયેલા જે રોચક ફેબ્રિક્સ(એમ્બ્રોઇડરી)મશીનના મંત્રી ઈરાનીએ વખાણ કર્યા હતા. 

ઃઃઃ--પત્નિના ઘરેણાં ગીરવે મુક્યાં અને 2 ટકા વ્યાજે રૂપિયા લઈને ઈન્ડિજીનિયસ રોચક ફેબ્રિક્સ મશીન બનાવ્યું

 ઉત્પાદક ચંદ્રકાંત પાટીલ જણાવે છે કે, લોકડાઉન દરમિયાન રોજગારી હતી નહીં, બહારગામથી પણ મશીનો આયાત થઈ રહ્યા હતા નહીં. ત્યારે તે વખતે આત્મનિર્ભર ભારતના ઉદ્દેશને ધ્યાને રાખી એમ્બ્રેઇડરી મશીન તૈયાર કરવાનો નિર્ણય કર્યો હતો. પત્નિના 2.5 લાખના ઘરેણાં ગીરવે મુકવાની સાથે જ 2 ટકા માસિક વ્યાજ લઈને રૂ.31 લાખના ખર્ચે, મારા ભાઈ નરેન્દ્ર સાથે મળીને રોચક મશીન 2 માસમાં તૈયાર કર્યુ છે. આ પ્રકારનું આયાતિ મશીન એક કલાકમાં 140 મીટર ફેબ્રિક્સનું ઉત્પાદન કરે છે. અમારું મશીન 200 મીટરનું ઉત્પાદન કરે છે. આયાત કરેલા મશીનની કિંમત રૂ.48 લાખથી શરૂ થાય છે. અમારૂ  મશીન માત્ર  રૂ.22 લાખની કિંમતનું છે. એક્ઝિબિશનમાં જ પ્રથમ વખત અમે મશીનરી પ્રર્દશનમાં મુક્યુ છે. જેને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વધુમાં, આ મશીનના 3370 જેટલા પાર્ટ્સ પણ ભારતના છે. જે મેક ઈન ઈન્ડિયાના સૂત્રને સિધ્ધ કરે છે. એક સામાન્ય પરિવારમાંથી આવતા વ્યક્તિને પણ ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઇનોવેશન માટે જે પ્રોત્સાહન મળ્યું છે તે ખરેખર સરાહનીય બાબત ગણી શકાય.  
ઃઃઃઃ- દેશમાં એક પણ પીપીઇ કીટ બનાવતી કંપની ન હતી નવ મહિનામાં 250 કંપની બની ગઇ છે અને 1100 કરોડનું ટર્ન ઓવરઃ સ્મૃતિ ઇરાની 
સીટેક્ષના ઉદઘાટન સમારોહમાં બોલતા વસ્ત્ર મંત્રી સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે, માર્ચ મહિનામાં કોરોના દેશમાં આવ્યો ત્યારે આપણે ત્યાં એક પણ કંપની પીપીઇ કીટ બનાવતી ન હતી કે માસ્ક બનાવતી કંપનીઓ પણ ન હતી, પરંતુ માત્ર નવ મહિનાના સમયગાળામાં જ દેશમાં પીપીઇ કીટ બનાવતી 250 જેટલી સ્ટાન્ડર્ડ કંપનીઓ ધમધમતી થઇ ગઇ છે. આ કંપનીઓ દ્વારા ઇન્ટરનેશનલ લેવલની ગાઇડ લાઇનનું પાલન કરવા સાથે પોતાની પ્રોડ્ક્ટને માર્કેટમાં મુકવામાં આવી છે અને આજે 1100 કરોડનું ટર્ન ઓવર કરતી કંપનીઓ કાર્યરત છે. વિશ્વમાં પીપીઇ કીટ અને માસ્કના ઉત્પાદનમાં આપણે બીજા સ્થાન પર પહોંચ્યા છીએ અને માસ્કનું ઉત્પાદન પણ એટલી જ માત્રામાં થઇ રહ્યું છે. જે આપણા ઉદ્યોગકારો માટે ગૌરવની બાબત ગણી શકાય. 

ઃઃઃજબ જબ બંગાળ બુલાએગા તો ગુજરાત સીધા દોડ કર આયેગા

સીટેક્ષના એક્ઝિબિશનમાં હાજર રહેલા બંગાળના મિનિસ્ટર ઓફ સ્ટેટ દેબાશિષ ચૌધરીએ મંત્રી ઈરાની સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી હતી કે, ટેકનિકલ ટેક્સટાઈલ અને કાપડ ઉદ્યોગને લઈને જે વાઈબ્રન્સની છે. તે પં.બંગાળમાં પણ અનુભવાય. ત્યારે મંચથી મંત્રી ઈરાનીએ ઉદ્યોગકારો સમક્ષ રજૂઆત મુકી હતી કે, એક રાજ્યનું નોલેજ અન્ય રાજ્યમાં જાય અને ટેકનિકલ ટેક્સટાઈલનો પણ વિકાસ થાય તે માટે તૈયારી બતાવે. વધુમાં, એમઓએસ ચૌધરીને પણ મંચથી આશ્વાસન આપ્યુ હતું કે, જબ જબ બંગાળ બુલાએગા તો ગુજરાત સીધા દોડ કર આયેગા

ઃઃઃસાંસદ દર્શના જરદોષે સ્મૃતિ ઇરાનીને બતાવાયેલા કાળા વાવટાનો ઉલ્લેખ કર્યો જો કે, સ્મૃતિ ઇરાનીએ વાત વાળી લેતા કહ્યું બેનને તમે કાળા વાવટા ફરકાવી સ્વાગત કર્યુ હતું, પરંતુ બેન કહ્યુ છે મને એટલે બેન તો લાગણી રાખશે:સ્મૃતિ ઈરાની

સાંસદ દર્શના જરદોષે ચેમ્બરના સીટેક્ષ કાર્યક્રમમાં ઉદ્દઘાટન પ્રસંગમાં ઉદ્યોગકારોને ટોણો મારતા જણાવ્યું હતું કે, સુરતની ટેક્સટાઈલની સમસ્યાઓ અમે વારંવાર રજૂઆત કરીને પ્રશ્નોનું નિરાકરણ લાવતાં હોઈ છે. તે પછી ટફનો પ્રશ્ન હોઈ કે પછી રિફંડનો હોઈ. તેમ છતાં ગ્લાસ ભરેલો ઓછો, ખાલી વધુ દેખાતો હોઈ છે. સાંસદ જરદોષે પોતાના વ્યક્તત્વમાં જણાવ્યું હતું કે, અગાઉ મંત્રી ઈરાની સુરતના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. ત્યારે તેમનું સ્વાગત કાળાવાવટ ફરકાવીને કરાયુ હતું. જોકે, બેન લાગણીશીલ તેમણે મોટું મન રાખીને જતું કરી દીધું છે. ડાયમંડ અને ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રિઝમાં તફાવત છે. તે તફાવત એવો છે કે, ડાયમંડના તમામ સંગઠનો અને આગેવાનો એક મંચ પર આવીને એક સમાન સમસ્યા જણાવે છે. જ્યારે ટેક્સટાઈલના અલગ-અલગ સંગઠનની અલગ-અલગ સમસ્યાઓ છે. તેઓ એક મંચથી જો રજૂઆત કરવા આવે તો એકનું સારું અને એકનું ખરાબ થતું હોવાની લાગણી અમારી સમક્ષ અનુભવવામાં પણ આવી છે.જો કે,  મંત્રી ઈરાનીએ કાળા વાવટાવાળી વાતનો પુનઃ ઉલ્લેખ નહીં કરીને વાતને વાળી લીધી હતી તેમજ જણાવ્યું હતું કે, સુરત આવીને ટેક્સટાઈલનો ગ્રોથ જોઈને ગર્વ મહેસુસ થાય છે. જોકે, ચેમ્બરના એક કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા. પરંતુ તમે બેન કહ્યુ છે અને હું બેન છું તો  બેન તો તમારી તરફ લાગણી રાખશે જ.

પં.બંગાળને ગુજરાત નહીં બનાવવા વિરોધીઓ તત્પર છે:દેબાશિષ ચૌધરી
મિનિસ્ટર ઓફ સ્ટેટ દેબાશિષ ચૌધરીએ સીટેક્ષમાં જણાવ્યું છે કે, ટેક્સટાઈલ માટે ગુજરાત જાણીતું છે. તેમ અમારું બંગાળ પણ ટેક્સટાઈલ માટે ઘણું પ્રખ્યાત છે. જોકે, ટેક્સટાઈલ સેક્ટરમાં હજુ પ્રગતિ થાય તેવી ઈચ્છા છે. ત્યારે અમારા વિરોધીઓ હંમેશા કહેતાં હોઈ છે કે અમે બંગાળને ગુજરાત નહીં બનવા દઈએ પરંતુ અમે બંગાળને ગુજરાત બનાવીને રહીશું.