Page Views: 10265

સમસ્ત સોની સમાજ સુરત દ્વારા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો અભિવાદન સમારોહ યોજાયો

દેશભરના 19 રાજ્યોના સોની સમાજના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સી.આર.પાટીલનું સ્વાગત સન્માન કરી હંમેશા ભાજપા સાથે રહેવાનો સંકલ્પ કર્યો મિશન 182 માં સોની સમાજ મહત્વની ભૂમિકા નિભાવશે : સી.આર.પાટીલ

સુરત- 7.1.2021

     સુરત શહેરના કતારગામ ઝોનમાં ગુરુવારે સવારે નાની વેડ સ્થિત કેશવ ફાર્મ હાઉસ ખાતે સમસ્ત સોની સમાજ સુરત દ્વારા  પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ દેશના વિવિધ જિલ્લામાં ભાજપમાં ઉચ્ચપદ પર આરૂઢ થયેલા સોની સમાજના બંધુ તથા ભગિનીઓનો અભિવાદન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો.સુરત શહેરમાં યોજાયેલા આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે દેશના 26 રાજ્યો પૈકી 19 રાજ્યોમાં વસતા અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો આ અભિવાદન સમારોહમાં જોડાયા હતા.                                આ અભિવાદન સમારોહના મુખ્ય મહેમાન અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સોની સમાજની ઉપસ્થિતિ પર પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોમાં આટલી મોટી વિશાળ સંખ્યામાં સોની સમાજ ભાજપા સાથે જોડાયેલો છે તે ખુબ જ આનંદની વાત છે. ગુજરાતની 182 સીટો પર કેસરિયો લહેરાવવાના સંકલ્પ સાથે પક્ષના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.ત્યારે આ સંકલ્પને સફળતા તરફ લઈ જવામાં પક્ષને સમગ્ર સોની સમાજનું પૂરેપૂરું સમર્થન મળી રહેશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે.સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં સોની સમાજની અટક અલગ અલગ છે.ત્યારે આટલી વિશાળ સંખ્યામાં વસતા સોની સમાજનું પક્ષને મળી રહેલું સમર્થન ખુશીની વાત છે.            સમગ્ર દેશમાંથી આવેલા સોની સમાજના વિવિધ આગેવાનો કે જેઓ ભાજપામાં વિવિધ પદ પર જવાબદારી નિભાવી રહ્યા છે તેઓનું સમાજના અગ્રણીઓ દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ ખુબ જ સફળ રહ્યાની ખુશી સુરત સોની સમાજના આગેવાનોએ વ્યક્ત કરી હતી.