Page Views: 11038

રીવાજો સમય આવે ત્યારે ઉખેડીને ફેંકી દેવાની જરૂર છે

પરંપરાના નામે થોપવામાં આવતી વાતોમાં વિવેક બુધ્ધીનો ઉપયોગ પણ કરવો આવશ્યક

અમદાવાદ-દિપેશ ભટ્ટ દ્વારા

રીવાજો રસમ એ આપણા જીવન મા સદા વણાયેલા છે એમા ભારતીયોના  જીવનમાં તો  ખાસ, પરંતુ મારુ એવુ માનવુ છે જે રીતિ રિવાજ ની જરુર ન હોય તો તેનો અસ્વિકાર કરવો જોઈએ  .

આજે આવી જ એક વાત કરવી છે આપને 

એક લશ્કર મા કમાન્ડર તરીકે શર્મા ની નિમણુંક કરવામા આવી એમને એમની પોસ્ટીંગ ના પહેલા દિવસે જ સમગ્ર એરીયા નુ સુપરવિઝન કરવાનુ નકકી કર્યુ બધે ફરતા ફરતા તેમની ઓફીસ ની પાછળ ની બાજુ ગયા ત્યા તેમણે જોયુ તો એક ખાલી બેન્ચ ની બે સૈનિકો ધ્યાન રાખતા ઉભા હતા તેમને તે વિશે પુછ્યુ તો કહેવામા આવ્યુ કે આતો ચોવીસ કલાક આજ રીતે બે સૈનિકો ડયુટી પર રહે છે .

તેમને કારણ પુછ્યુ તો કોઇ ને ખબર નહતી તેમને તેમના પહેલા ના કમાન્ડર પાસે જાણવા નો પ્રયત્ન કર્યો એમને પણ ખબર નહતી તેમને માનસિક શાંતિ ન મળતા બીજે દિવસે ઓફીસ આવી આ કારણ જાણવા માટે તેમની પોસ્ટીંગ પહેલા ના બધા કમાન્ડર ના નામ અને ટેલિફોન નંબર કાઢયા અને બધા સાથે આ બાબતે પુછપરછ કરી ત્યારે તેમને મેજર રામે જણાવ્યુ કે આ બેન્ચ ની સુરક્ષા મા બે જવાન મે રાખ્યા હતા કમાન્ડર શર્મા એ કારણ પુછ્યુ તો એમણે કહ્યુ એ બેન્ચ ને બે વાર કલર કરાવ્યો બંને વાર કલર સુકાયો ના હોય તે પહેલા કોક ને કોક બેસી જતુ અને તેના કારણે કલર ખરાબ થતો હતો એટલે ત્રીજી વાર કલર સુકાય નહી ત્યા સુધી બે સૈનિકો ને ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને ત્યા જ મારી પોસ્ટીંગ ઇમરજન્સી મા આસામ કરી અને હુ તાત્કાલિક ત્યા થી નીકળી ગયો બસ આજ મને ખ્યાલ છે .

હવે સમજો આપણી પણ અમુક રસમ રિવાજ તે સમય ને અનુસાર યોગ્ય હશે તો કરવામા આવ્યા હશે આપણે આપણી વિવેકબુદ્ધિ થી તેનો અમલ કરવો કે નહી તે સમજવું જોઈએ. 

ઘણીવખત અમુક રિવાજો વિશે પણ મને હસવું આવે છે એમા બોળચોથ જે અમુક લોકો કરતા હોય છે તેમા કયાય તાર્કિક કારણ જણાતુ નથી. આવા તો ઘણા ઉદાહણો આપણે રીવાજોના નામે પરંપરામાં વણીને અંધશ્રધ્ધાથી તેની પાછળ લાગેલા રહીએ છે. એટલે એવુ લાગે છે કે, આપણી પરંપરા ને ન ભૂલવી પણ કારણ વિના ના રિવાજો ને ઉખેડી ફેંકવામાં પણ વાર લગાડવી ના જોઈએ.