Page Views: 19728

પાલ ઉમરા બ્રીજને અવરોધરૂપ મિલ્કતોનું અસરગ્રસ્તોના વિરોધ વચ્ચે પાલિકા દ્વારા ડિમોલિશન

ડિમોલિશનમાં બખેડો કરવાનો પ્રયાસ કરનારા છ વ્યક્તિની પોલીસે અટકાયત કરી

સુરત-30-11-2020

પાંચ વર્ષ કરતાં વધુ સમયથી બીઆરટીએસ ફેસ-2 હેઠળ આવતાં મહત્ત્વપૂર્ણ પાલ-ઉમરા બ્રિજના અસરગ્રસ્તોનું કોકડું ઉકેલવામાં સફળતા મળતી નહોતી. હાઈકોટમાં 10 મિલકતદારોએ કબ્જો આપવાની બાંહેધરી આપ્યા બાદ આજે પાલિકા દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ કાફલા સાથે પાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી સામે રહિશોએ ભારે વિરોધ દર્શાવ્યો છે. મહિલાઓએ રોકકળ કરીને કામગીરી અટકાવવા પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસના કાફલા દ્વારા સમજાવટથી કામ લેવાની સાથે 6 વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે.  મિલકતદારોએ આક્ષેપ કર્યા કે અમને વળતર મળ્યું નથી. પાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે, હાઈકોર્ટના દિશાનિર્દેશ મુજબ નિમયોને આધિન કામ કરવામાં આવી રહ્યું છે. ઉમરા પાલ બ્રિજ વિવાદ મામલે 10 મિલ્કતદારોએ કબ્જો નહીં આપતા હવે પોલીસની મદદ લેવાઈ હતી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકાના કર્મચારીઓ દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. અસરગ્રસ્તોએ 29 નવેમ્બર સુધી કબ્જો સોંપવા તૈયારી દર્શાવી હતી. છેલ્લા 5 વર્ષથી તૈયાર પાલ ઉમરા બ્રિજ માત્ર એપ્રોચ ના મુદ્દે અટક્યો છે. મિલકતદાર મહિલાઓએ નિશાસા નાખી કલ્પાંત કર્યું હતું.